રૂડા ઓફીસ પાસેનુ બધ ડીવાઈડર તાત્કાલિક ખોલો: કોંગ્રેસ
જામનગર રોડ રૂડા ઓફીસ પાસે રોડ ડીવાઈડર મનસ્વી રીતે બધ કરી રાજકોટની જનતાને બાનમા લેનાર પોલીસ અધિકારીઓના આ નિર્ણય સામે કોંગ્રેસ દ્વારા ઉગ્ર રજૂઆત કરી જનહીતની ટ્રાફીક સુવિધાને ધ્યાને લઈ આ ડીવાઈડર તાત્કાલિક ખુલ્લુ કરી ટ્રાફીક વ્યવસ્થા સુચારૂ બનાવવા માગ કરી હતી.
કોંગ્રેસના આગેવાનોએ ક્રાઇમ અને ટ્રાફિકના અધિક પોલીસ કમિશનર વિધિ ચૌધરીને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી કે, રાજકોટ શહેર પોલીસ ટ્રાફીક શાખા દ્વારા મનસ્વી રીતે શહેરના જામનગર રોડ, રૂડા ઓફીસ પાસેના ચોકમા કામ ચલાઉ (આડસ) ડીવાઈડર ઉભુ કરી જકશન પ્લોટ તરફ જતા-આવતા વાહન વ્યવહારને બધ કરી દેવામા આવ્યો છે.
જેને લઈ આ રોડ ઉપર ટ્રાફીક સમસ્યા ઘટવાના બદલે વધવા પામી છે. આ રોડને બધ કરવાથી રેલ્વે સ્ટેશન, જકશન પ્લોટ ગાયકવાડી, સીધીંકોલોની, તોપખાના, સ્લમ ક્વાટર્સ, કોલસવાડી તેમજ શ્રોફ રોડ ઉપર વસવાટ કરતા નાગરીકોને પોતાના ધધા-રોજગાર – બાળકોને સ્કુલ-કોલેજે જવા આવવામા મોટી ટ્રાફીક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ રોડને બધ કરવાથી રેલ્વે સ્ટેશન તેમજ જામનગર રોડ તરફથી આવતા વાહન વ્યવહારનુ ભારણ જામટાવર ચોક સર્કલ ઉપર આવવાથી ત્યા મોટી ટ્રાફીક સમસ્યા સર્જાય છે.
જામટાવર ચોકમા સિવિલ હોસ્પીટલમા આવતા ઈમરજન્સી વાહનો એમ્બ્યુલન્સ તેમજ હોસ્પીટલ ચોકના ઓવરબ્રીજના તરફ જતા-આવતા વાહન વ્યવહારની અસર પડે છે જે આ રોડના ડીવાઈડરને ખોલવાથી ઘણી જ રાહત થઈ શકે તેમ છે છતા ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોના કોઈપણ જાતના અભિપ્રાય કે મતવ્ય લીધા વિના મનસ્વી રીતે નિર્ણય લઈ આ રોડનુ ડીવાઈડર બધ કર્યું છે.
આ રોડ બધ કરેલ હોવા છતા જકશન તરફથી આવતા કેટલાક વાહન ચાલકો મેડીકલ સ્ટાફ કવાર્ટસથી રોગ સાઈડ આવે છે જેથી રોજે રોજ અકસ્માતો સર્જાય છે. આ રોડ બધ કરી વાહન ચાલકો રોગ સાઈડથી વાહન લઈ પ્રવેશે નહી તેની વ્યવસ્થા માટે પોલીસ – ટ્રાફીક બ્રીગેડના જવાનોને બધ રોડ ઉપર બદોબસ્તમા રાખવામા આવે છે એના બદલે એજ બદોબસ્તથી આ રોડ ખોલી ટ્રાફીક નિયમન માટે સ્ટાફને ત્યા ફરજ ઉપર રાખવામા આવે તો વ્યવસ્થા સારી રીતે જાળવી શકાય તેમ છે.
આ મુદ્દાઓને ધ્યાને લઈ વ્યાપક જનહિતની ટ્રાફીક સમસ્યાને સુચારૂ બનાવવા લોકલાગણીને ધ્યાને લઈ આ રોડ ઉપર કામચલાઉ રીતે ઉભુ કરેલ ડીવાઈડર ખોલી કાયમી ધોરણે ટ્રાફીક પોલીસના બદોબસ્તની વ્યવસ્થા ઉભી કરી આ સમસ્યાનો યોગ્ય ઉકેલ લાવવા આપની કક્ષાએથી યોગ્ય પગલાઓ ભરવા માગ કરી હતી. શહેર કોંગ્રસ કાર્યકારી પ્રમુખ સજય અજુડિયા પૂર્વ કોર્પોરેટર અતુલ રાજાણી,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, જશવતસિહ ભટ્ટી, ગોપાલભાઈ અનડકટ,મેઘજીભાઈ રાઠોડ,ગૌરવભાઇ પુજારા, કૃષ્ણદત રાવલ, મયુરભાઈ શાહ,દિપ્તીબેન સોલકી ઉપસ્થિત રહ્યા હતા.