ઓનલાઈન ફ્રોડની રકમ અને ગુમ થયેલ મોબાઈલ પોલીસ પરત અપાવ્યા
રૂ.3.50 લાખની રકમ પરત જમા કરાવી અને રૂ.3.58 લાખના મોબાઈલ શોધી કાઢ્યા
વિશ્વમાં હાલ ટેકનોલોજીનો ઘણો ઉપયોગ થઈ રહ્યો છે ત્યારે ગઠિયાઓ પણ પૈસાકમાવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થયા છે. જેમ જેમ સાયબરના કેસોમાં વધારોથયો તેમ સાયબર ક્રાઇમ પોલીસ અને જે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અનેતેની ટીમો છેતરાયેલા લોકોને નાણા પાછા અપાવવા પણ પ્રયાસ કરે છે.માલવીયાનગર પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં લોકોએ સાયબરફ્રોડથી ગુમાવેલા રૂ.૩,૫૦,૭૬૩ તથા અલગ અલગ રીતે ગૂમ થયેલા રૂ.૩,૫૮,૦૦૦ના ૨૨ મોબાઇલ ફોન લોકોને પરત આપવામાં આવ્યા હતાં.
સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોની ફરિયાદનો ઝડપી ઉકેલ આવે તે માટે રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ સતત કામગીરી કરી રહી છે.રાજકોટમાં અલગ અલગ રીતે સાઇબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને રકમ પરત અપવવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી. માલવીયાનગર પોલીસ સ્ટેશન ખાતે પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકોએ ઓનલાઇન ફ્રોડથી ગુમાવેલી રકમ તેમજ ગુમ થયેલ અને ચોરી થયેલ 22 ફોન તેમને પરતઆપ્યા હતાં.
બીજી તરફ શહેરમાં રહેતા આઠ અરજદારોને સાયબર ક્રાઇમ એસીપી વિશાલએમ. રબારી અને તેમની ટીમોએ અલગઅલગ રીતે સાયબર ફ્રોડથી ગુમાવેલી રૂ.૯.૮૪લાખની રકમ પરત અપાવી છે. જેમાં ન્યુડ વિડીયો કોલથી બ્લેકમેઇલકરી રૂ.1.80 લાખ પડાવી લેવાયા હતાં. તેમજ ન્યુડ વીડીયો કોલ કરી વીડીયોવાયરલ કરવાની ધમકી આપી રૃ.૧.૮૭ લાખની રકમ પડાવી લેવામાં તે રકમ પણ પાછી અપાવાઇ છે. ડેબીટકાર્ડ, મોબાઈલ હેક કરી, સારું વળતર અપાવવાની લાલચ આપવાના સહિતના ઓઠા હેઠળગઠિયાઓએ ઓનલાઈન ઠગાઈ કરી હતી. ઉપરાંત યુટયુબમાં વીડીયો વ્યુ કરી ટાસ્ક દ્વારા મોટુ અને સારુ વળતરઅપાવવાની લાલચ આપી થયેલી ઠગાઈમાં પણ રકમ પરત અપાવવામા આવી હતી.