રાજકોટમાં વધુ એક યુવકનું હાર્ટઍટેકથી મોત
ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં માતમ
રાજકોટમાં હાર્ટઍટેકથી મોતની ઘટનાઓ નો સિલસિલો યથાવત રહ્યો છે. ત્યારે આજે વધુ એક યુવકનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.જેમા રૈયા રોડ પર હનુમાન મઢી પાછળના શિવપરામાં રહેતા એક યુવકને હદય રોગનો હુમલો આવતા મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે.જ્યારે ગઇકાલે શહેરમાં ત્રણ લોકોને હાર્ટ એટેક આવવાથી મોત નિપજ્યા હતા.
વિગતો મુજબ શહેરમાં શિવપરા શેરી નં. ૨ પાસે રહેતાં અસ્લમભાઇ હુશેનભાઇ શેખ (ઉ.વ.૪૩) નામના યુવાનને ગઈકાલ રાતે સાડા દસેક વાગ્યે ઘરે હતાં ત્યારે છાતીમાં દુઃખાવો ઉપડયા બાદ બેભાન થઇ ઢળી પડતાં તુરત જ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ જ્યાં મોડી રાતે દમ તોડી દીધો હતો. જ્યારે બનાવ મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી આવ્યો હતો.અને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે,મૃત્યુ પામનાર અસલમભાઇ શેખનm ત્રણ બહેનના ઍકના ઍક ભાઇ અને પરિવારનો આધારસ્તંભ હતાં. તેને સંતાનમાં ઍક પુત્રી અને બે પુત્ર છે. જેણે પિતાની છત્રછાંયા ગુમાવી છે.ગત રાતે તે રિક્ષાના ફેરા કરી ઘરે જમવા આવ્યા હતાં. ઉભા થઇ પાણી પીધુ ત્યાં જ ઢળી પડ્યા હતા અને સારવારમાં તેનું મૃત્યુ થયું છે.