રાજકોટમાં વધુ એકનું હદય ધબકારા ચૂકી ગયું, વાંચો
તબીબ સાથે વાત કરતા કરતા બેભાન થઈ ઢળી પડ્યા : ટૂંકી સારવારમાં કાળનો કોળિયો બનતા પરિવારમાં કલ્પાંત
રાજ્યમાં દીન પ્રતિદિન હાર્ટએટેકના બનાવો વધી રહ્યા છે.ત્યારે રાજકોટમાં બે દિવસ પહેલા જ એક જ દિવસમાં ચાર લોકોના હાર્ટ એટેકથી મોત થયાનું સામે આવ્યું હતું.ત્યારે આજે ફરી એકની હદય ધબકાર ચૂકી જતા મોત નિપજ્યું છે.જેમા કોઠારીયા રોડ પર જુના ગણેશનગરમાં અને ગુજરાત ગેસમાં સુપરવાઈઝરનું કામ કાજ કરતા પ્રૌઢને ગઈકાલે તેના ભત્રીજાના ઘટે બેઠા હતા ત્યારે ફોન પર તબીબ સાથે વાતચીત કરી રહ્યા હતા.તે વેળાએ છતીમા દુખાવો ઉપડતાં બાદ બેભાન થઈને ઢળી પડ્યા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પ્રાપ્ત વિગત મુજબ, કોઠારીયા રોડ પર જુના ગણેશનગરમાં રહેતાં અને ગુજરાત ગેસ સ્ટેશનમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતાં ચંદુભાઈ સવાભાઈ ડાંગર (ઉ.વ.52) ગઈકાલે તેમના રણુંજા મંદિર પાસે આવેલ સોમનાથ શેરી નં.5 માં રહેતાં ભત્રીજા મિતેશના ઘરે પરિવારજનો સાથે બેસવા માટે ગયાં હતાં. દરમિયાન તેઓને છાતીમાં દુખાવો ઉપડતાં પરિવારજનોએ તેમને સારવારમાં અત્રેની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં.જ્યાં તેઓને તપાસ માટે વાતચીત કરતાં હતાં ત્યારે હાર્ટએટેક આવતાં તેઓ બેભાન થઈ ઢળી પડ્યા હતાં. તબીબોએ તેઓને બચાવવા માટે પ્રયત્ન કરેલ પણ સારવાર કારગત ન નિવડતાં તેમનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે જાણ થતાં આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અને તપાસમાં જાણવા મળ્યું હતું કે મૃતકને સંતાનમાં ત્રણ પુત્રી-એક પુત્ર છે. જેથી સંતાનોએ પીતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.
