LCB ઝોન-૨માંથી જૂના જોગીઓ બદલાયા, નવાની એન્ટ્રી
છ જવાનને છૂટા કરી પોલીસ મથકમાં મુકાયા: ટ્રાફિક સહિતની બ્રાન્ચના મળી ૨૫ની આંતરિક બદલી કરતાં પોલીસ કમિશનર
રાજકોટના પોલીસ કમિશનર તરીકે બ્રજેશકુમાર ઝાએ ચાર્જ સંભાળ્યા બાદ અગ્નિકાંડની તપાસ તેમજ ચાર્જશીટને કારણે બદલી સહિતની કામગીરીને બ્રેક લાગી ગઈ હતી. જો કે ચાર્જશીટ ફાઈલ થઈ ગયા બાદ હવે બદલીઓનો સિલસિલો શરૂ થઈ ગયો હોય તેમ એલસીબી ઝોન-૨ ઉપરાંત ટ્રાફિક સહિતની બ્રાન્ચમાંથી ૨૫ જવાનોની આંતરિક બદલીનો ઓર્ડર કરવામાં આવ્યો હતો.
એલસીબી ઝોન-૨ની શરૂઆત થઈ ત્યારથી ટીમમાં સામેલ વીરેન્દ્રસિંહ દશરથસિંહ ઝાલાને ગાંધીગ્રામ-૨, હરપાલસિંહ જશુમા જાડેજાને તાલુકા, જેન્તીગીરી રેવતીગીરી ગોસ્વામીને એ-ડિવિઝન, અમીનભાઈ ગુલાબભાઈ ભલુરને ગાંધીગ્રામ, જશપાલસિંહ રહપાલસિંહ સરવૈયાને તાલુકા અને મનિષ રાયધનભાઈ સોઢિયાને માલવિયાનગરમાં મુકવામાં આવ્યા છે. જ્યારે પોલીસ હેડ ક્વાર્ટરમાં ફરજ બજાવતાં જયંતીભાઈ ગોહિલ, ગાંધીગ્રામ-૨ના રાજેશભાઈ મીયાત્રા, ગાંધીગ્રામના શક્તિસિંહ ગોહિલ, માલવિયાનગરના હેમેન્દ્ર વાઘિયા અને ગાંધીગ્રામના કુલદીપસિંહ રાણાને એલસીબી ઝોન-૨માં સામેલ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત ગાંધીગ્રામ, યુનિવર્સિટી, તાલુકા, ટ્રાફિક, હેડ ક્વાર્ટર, કંટ્રોલ રૂમ સહિતના વિભાગોમાં ફરજ બજાવતાં એએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ, લોકરક્ષક દળ સહિતના ૨૫ જવાનોની અરસપરસ બદલી કરવામાં આવી છે.