ઓખા-તુતીકોરિન અને રાજકોટ-કોઈમ્બતુર ટ્રેન ડાયવર્ટ કરાઇ
દક્ષિણ પશ્ચિમ રેલવેના ટનલમાં મેન્ટેનન્સના કારણે ટ્રેનના આવન-જાવનનો રૂટ બદલાયો
ઓખા-તુતીકોરિન, રાજકોટ-કોઈમ્બતુર
દક્ષિણ પશ્ચિમ રેલવેના સત્યસાઈ પ્રસંતિ નિલયમ અને બસમપલ્લી સ્ટેશનો વચ્ચે આવેલી ટનલ નંબર 65ની મેન્ટેનન્સ કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનની ચાર ટ્રેનો આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. જેમાં
ટ્રેન નંબર 19568 ઓખા-તુતીકોરિન વિવેક એક્સપ્રેસ 8 ડિસેમ્બર, 2023 થી 26 જાન્યુઆરી, 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગુંટકલ-રેનિગુંટા-જોલારપેટ્ટાઈ-સાલેમ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, યેલાહંકા અને બંગારાપેટ સ્ટેશનો નું સમાવેશ થાય છે. ટ્રેન નંબર 19567 તુતીકોરીન-ઓખા વિવેક એક્સપ્રેસ 10 ડિસેમ્બર, 2023 થી 28 જાન્યુઆરી, 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂટ વાયા સાલેમ-જોલારપેટ્ટાઈ-રેનિગુંટા-ગુંટકલ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં બાંગરાપેટ, કૃષ્ણરાજપુરમ, યેલાહંકા, હિન્દુપુર, ધર્માવરમ અને અનંતપુર સ્ટેશનો નું સમાવેશ થાય છે.
ટ્રેન નંબર 16613 રાજકોટ-કોઈમ્બતુર એક્સપ્રેસ 10 ડિસેમ્બર, 2023 થી 28 જાન્યુઆરી, 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂટ વાયા ગુંટકલ-રેનિગુંટા-જોલારપેટ્ટાઈ-તિરુપત્તુર-સાલેમ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં ગુટી, અનંતપુર, ધર્માવરમ, હિન્દુપુર, કૃષ્ણરાજપુરમ અને બંગારાપેટ સ્ટેશનો નું સમાવેશ થાય છે. ટ્રેન નંબર 16614 કોઈમ્બતુર-રાજકોટ એક્સપ્રેસ 8 ડિસેમ્બર, 2023 થી 26 જાન્યુઆરી, 2024 સુધી ડાયવર્ટ કરેલા રૂટ વાયા સાલેમ-તિરુપત્તુર-જોલારપેટ્ટાઈ-રેનિગુંટા-ગુંટકલ થઈને દોડશે. આ ટ્રેન જ્યાં નહીં જાય તેમાં બાંગરાપેટ, કૃષ્ણરાજપુરમ, હિન્દુપુર, ધર્માવરમ, અનંતપુર અને ગુટી સ્ટેશનો નું સમાવેશ થાય છે. રેલવે મુસાફરોને ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરવા રેલવે વિભાગની એક યાદીમાં જણાવ્યું છે.