હવે તો આખી સોસાયટી અમારી બનશે ! નવી કોર્ટ પાછળ વિધર્મીને મકાન વેચાણ સામે સ્થાનિકોમાં રોષ
અરિહંત સોસાયટીમાં એક મકાન ખરીદ કર્યા બાદ માનસિક ત્રાસ શરુ થતા કલેક્ટરને ફરિયાદ
રાજકોટ : રાજકોટ શહેરના જામનગર રોડ ઉપર વોર્ડ નંબર-1માં સમાવિષ્ઠ વિસ્તારમાં આવેલ અરિહંત સોસાયટીમાં વિધર્મીએ મકાન ખરીદ કર્યા બાદ અહીં આખી સોસાયટીમાં અમારી વસ્તી વધશે તેમ જણાવી સ્થાનિક નાગરિકોને ત્રાસ આપવાનું શરૂ કરતા સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને રજુઆત કરી આ વિસ્તાર અશાંતધારા હેઠળ આવતો હોય કાયદાની અમલવારી કરાવવા માંગ ઉઠાવી હતી.
જામનગર રોડ ઉપર એફસીઆઈ ગોડાઉન અને નવા કોર્ટ બિલ્ડીંગ પાછળ આવેલ અરિહંત સોસાયટીમાં લાંબા સમયથી મોટી સંખ્યામાં હિન્દૂ પરિવારો રહે છે પરંતુ તાજેતરમાં એક વિધર્મી વ્યક્તિએ અહીં મકાન ખરીદ કરી વર્ષોથી રહેતા સ્થાનિક નાગરિકોને ત્રાસ આપવાનું શરૂ કરી હવે તો અહીં અમારી આખી સોસાયટી બનશે તેમ કહી દાદાગીરી શરૂ કરતા અરિહંતનગરના રહેવાસીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વોર્ડ-1માં અશાંતધારા હેઠળ આવતા આ વિસ્તારમાં શાંતિ કાયમ રાખવા વિધર્મી વ્યક્તિએ કરેલા વેચાણ વ્યવહાર રદ કરવા માંગ કરી અશાંતધારાનો ચુસ્તપણે અમલ કરાવવા માંગ કરી હતી.