હવે રાજકોટમાં આ તારીખ પછી ઢોર પકડાયા તો છોડવામાં નહીં આવે
ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકાની સૂચના, આ તારીખથી રજિસ્ટ્રેશન વગરના પશુઓને પકડ્યા બાદ છોડવામાં નહી આવે,
રાજકોટમાં પશુપાલકોને પશુ રજિસ્ટ્રેશન માટે 31 ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. વાત જાણે એમ છે કે, ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકા દ્વારા સૂચના આપવામાં આવી છે. જેથી 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન વગરના પશુઓને પકડ્યા બાદ છોડવામાં નહી આવે. નોંધનિય છે કે, રાજકોટ શહેરમાં 35 હજારથી વધુ પશુઓ છે અને એમાંથી માત્ર 8500 પશુઓનું જ રજીસ્ટ્રેશન થયું છે.
રાજ્યમાં રખડતાં ઢોરના ત્રાસને લઈ ગુજરાત હાઇકોર્ટે પણ નારાજગી વ્યક્ત કરી હતી. આ તરફ હવે રાજકોટ મ્યુનિસિપલ કમિશનર દ્વારા પશુપાલકોને ઢોર રાખવા છેલ્લી મુદ્દત આપવામાં આવી છે. જે અંતર્ગત પશુપાલકોને પશુ રજિસ્ટ્રેશન માટે 31 ડિસેમ્બર સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે. જેથી હવે 1 જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન વગરના પશુઓને પકડ્યા બાદ છોડવામાં નહી આવે.