હવે મનપાની તમામ લાયબ્રેરીની જાણકારી આંગળીના ટેરવે મેળવી શકાશે
૯ લાયબ્રેરીના મોબાઈલ નંબર જાહેર કરાયા
ટેક્નોલોજીના જમાનામાં લોકો પોતાનું મોટાભાગનું આંગળીના ટેરવે મતલબ કે મોબાઈલથી પતાવવા લાગ્યા છે ત્યારે તંત્ર પણ હવે ટેક્નોલોજી સાથે તાલથી તાલ મીલાવી રહ્યું છે. આ અંતર્ગત હવે રાજકોટ મહાપાલિકા હસ્તકની તમામ લાયબ્રેરીની જાણકારી લોકો ફોન ઉપર જ મેળવી શકે તે માટે મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. મહાપાલિકા દ્વારા આ નિર્ણય પ્રથમવાર લેવામાં આવ્યો હોવાનું પણ જણાવાયું છે. એકંદરે લોકોને જાણકારી માટે લાયબ્રેરી સુધી ધક્કો ન થાય તે માટે પણ આ નિર્ણયને લોકો આવકારી રહ્યા છે. મનપા સંચાલિત તમામ લાયબ્રેરીઓ સોમવારથી શુક્રવાર સવારે ૯થી સાંજે ૪:૩૦ વાગ્યા સુધી કાર્યરત રહે છે. જ્યારે બીજો, ચોથો શનિવાર તેમજ રવિવારે સવારે ૮થી ૨ વાગ્યા સુધી લાયબ્રેરી ખુલ્લી રહે છે.
વિવિધ લાયબ્રેરી માટેના મોબાઈલ નંબર લાયબ્રેરી સરનામું મો.નં.
શ્રીમતિ પ્રભાદેવી જે.નારાયણ પુસ્તકાલય, કરણપરા ચોક ૯૪૨૮૭ ૫૪૧૮૨
મહિલાઓ-બાળકો માટેનું હરતું ફરતું પુસ્તકાલય (યુનિટ-૧) – ૯૪૨૭૮ ૫૪૪૨૩
મહિલાઓ-બાળકો માટેનું હરતું ફરતું પુસ્તકાલય (યુનિટ-૨) – ૯૪૨૭૮ ૫૪૪૨૩
દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય શારદા બાગ, શ્રોફ રોડ ૯૪૨૭૮ ૫૪૧૮૦
બાબુભાઈ વૈદ્ય લાયબ્રેરી પેરેડાઈઝ હોલ સામે ૯૪૨૭૮ ૫૪૧૯૦
ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન લાયબ્રેરી જિલ્લા ગાર્ડન ૯૪૨૭૮ ૫૪૧૯૩
મહિલા વાંચનાલય મહિલા એક્ટિવિટી સેન્ટર-નાનામાવા ૯૪૨૭૮ ૫૪૧૮૭
મહાત્મા ગાંધી મ્યુઝિયમ લાયબ્રેરી મહાત્મા ગાંધી મ્યુઝિયમ ૯૪૨૮૭ ૯૦૧૭૧
ઈસ્ટ ઝોન લાયબ્રેરી પેડક રોડ ૯૪૨૭૮ ૫૪૧૯૫