નો કોપી કેસ ! રાજકોટમા બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે ૧૭૦૨ વિદ્યાર્થીઓ ગેરહાજર
રાજકોટ જિલ્લામા ધોરણ ૧૦મા ૧૫૩૭ વિદ્યાર્થીઓ ગેરહાજર: ધોરણ ૧૨મા ૧૬૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા
રાજકોટ જિલ્લામા સોમવારથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડની પરીક્ષાનો શાંતિમય વાતાવરણમા પ્રારભ થયો હતો, વિદ્યાર્થીઓ હોશિયાર બન્યા હોય તેવી સ્થિતિ વચ્ચે બોર્ડની પરીક્ષાના પ્રથમ દિવસે એક પણ કોપીકેસ નોંધાયો ન હતો. જો કે, પ્રથમ દિવસે રાજકોટ જિલ્લામા ધોરણ ૧૦મા ૧૫૩૭ વિદ્યાર્થીઓ જયારે ધોરણ ૧૨મા ૧૬૫ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.
રાજકોટ સહીત રાજ્યભરમા સોમવારથી બોર્ડની પરીક્ષાનો પ્રારભ થયો છે ત્યારે પ્રથમ દિવસે રાજકોટ જીલ્લામા ગુજરાતી અને અગ્રેજી માધ્યમના કુલ નોંધાયેલા ૩૮૧૨૪ વિદ્યાર્થીઓ પૈકી ૩૬૫૮૭ વિધાર્થીઓ હાજર રહ્યા હતા અને ૧૫૩૭ વિધાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પ્રથમ દિવસે ફર્સ્ટ લેન્ગવેજ ગુજરાતી અને અંગ્રેજીનું પેપર હતુ જેમા રાજકોટ જિલ્લામા એક પણ કોપી કેસ નોંધાયો ન હતો. ગુજરાતીનુ પેપર સરળ નિકળતા વિધાર્થીઓ આનદિત થઈ ગયા હતા. ગુજરાતીના પ્રથમ પેપરમા આપણા ઘડવૈયા બાધવ આપણે, મારો યાદગાર પ્રવાસ અને દીકરી ઘરની દીવડી વિષયક નિબધં પુછવામાં આવ્યા હતા.ઉપરાંત તમારી શાળામા યોજાયેલ વૃક્ષારોપણના કાર્યક્રમ વિષેનો અહેવાલ પૂછવામા આવ્યો હતો.વિધાર્થીઓએ જણાવ્યુ હતુ કે, પેપર ખુબ જ સરળ હતુ અને એમસીકયુમાં પણ પુરા માર્કસ લઈ શકાય તે પ્રમાણે એમસીકયુ પુછવામાં આવ્યા હતા. ગુજરાતીનુ પેપર સહેલુ નિકળતા વિધાર્થીઓ ઉત્સાહભેર બહાર નિકળ્યા હતા. અને હવે આવતીકાલે એક દિવસ રજા બાદ બુધવારે ધો.૧૦માં ગણિતનું પેપર રહેશે.
સોમવારે બપોર બાદ ધો.૧૨ સામાન્ય પ્રવાહમા નામાનાં મુળતત્વો અને વિજ્ઞાનપ્રવાહમાં ભૌતિક શાસ્ત્રનુ પેપર લેવામા આવ્યુ હતું.પ્રથમ દિવસે ધોરણ-૧૨મા ફિઝિક્સ એટલે કે ભૌતિક શાસ્ત્રના પેપરમા નોંધાયેલા ૮૬૩૧ પૈકી ૮૫૮૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જયારે ૪૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. સામાન્યપ્રવાહમાં નામના મૂળતત્વોના પેપરમા કુલ ૧૮૭૪૫ વિદ્યાર્થીઓ નોંધાયેલ હતા જેમા પ્રથમ દિવસે સોમવારે ૧૮૬૨૨ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને ૧૨૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.