સંતકબીર રોડ પર મહાનગરપાલિકાના ખાડાએ પિતા-પુત્રનો ભોગ લીધો
રાહદારીને બચાવવા જતાં પિતા-પુત્રનું મોટરસાઇકલ ખાડાને કારણે સ્લીપ થયું: ભત્રીજીના લગ્નના માંડવા પૂર્વે બનેલી કરૂણ ઘટના
રાજકોટના સામા કાઠે સત કબીર રોડના નાલા નજીક મોટરસાઇકલ લઈને જતા પિતા પુત્ર એક રાહદારીની બચાવવા જતા રોડ ઉપરના ખાડાને કારણે બાઇક સ્લીપ થયુ અને પિતા-પુત્ર ટ્રકના પાછળના વ્હીલમા આવી જતા બનેના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. ભત્રીજીના લગ્નમા પરિવાર વ્યસ્ત હોય પિતા-પુત્ર કામથી બહાર નીકળ્યા હતા ત્યારે બનેના મોત થી પરિવારમા શોક વ્યાપી ગયો હતો.
સત કબીર રોડ સદ્દગુરૂ નગરમા રહેતા અને ઇમિટેશનનુ કામ કરતા શૈલેષભાઇ મગનભાઇ પરમાર (ઉ.વ.૪૭) શૈલેષભાઇના કાકા વિનુભાઇ મોહનભાઇ પરમારની દિકરીના લગ્ન લેવાયા હોય આજે મગળવારે માંડવો હોય ભત્રીજીના લગ્નમા પરિવાર વ્યસ્ત હોય ત્યારે શૈલેષભાઈ સોમવારે પોતાનુ બાઇક નબર જીજે૩ઇજે-૯૭૩૦ને સુરતથી આવેલ તેમના પુત્ર અજય શૈલેષભાઇ પરમાર (ઉ.વ.૨૨)ને સાથે કોઈ કામ માટે જઇ રહ્યા હતા ત્યારે સતકબીર રોડ ઉપર એક રાહદારીને બચાવવા જતા રોડ ઉપરના ખાડાને કારણે બાઇક સ્લીપ થયુ હતુ અને ટેન્કર ન. જીજે૦૩બીયા-૭૧૧ના પાછળના વ્હીલમા આવી જતા પિતા-પુત્ર બને ટેન્કરના પાછળના વ્હીલ નીચે કચડાઈ જતા ઘટના સ્થળે જ કરૂણ મોત થયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમા કેદ થઈ ગઈ હતી. અકસ્માત સર્જાયો ત્યા રોડ પર મોટા ખાડા હોય તેના કારણે રોડ બાઇક સ્લીપ થઇ ગયુ હતુ મૃતક સત કબીર રોડ પર સદ્દગુરૂ નગર સોસાયટી-૨મા વિશ્વેશ્વર મહાદેવ મદિર પાસે રહેતા અને છુટક ઇમિટેશનનુ કામ કરતા હતા. પિતા સાથે મૃત્યુ પામનાર અજય એલએન્ડટીમાં સુરત ખાતે નોકરી કરતો હતો. લગ્ન પ્રસગ હોઇ બે દિવસ પહેલા જ તે રાજકોટ આવ્યો હતો.
મહાનગરપાલિકાના અધિકારીઓ- પદાધિકારીઓનું મગજ ખાડામા !!
મહાનગરપાલિકા રોડ રસ્તા બનાવવા તેમજ રિપેરિગ માટે “ઓન”(વધારાની રકમ)ચૂકવીને કોન્ટ્રાક્ટ આપે છે. છતા નબળા કામને કારણે રોડની હાલત ખરાબ થઈ જાય છે. રાજકોટમા અનેક વિસ્તારોમા રોડ ઉપર મસ મોટા ખાડા પડેલા છે. ચોમાસુ વિત્યા બાદ હજુ સુધી અનેક વિસ્તારોમા પેચ વર્ક થયુ નથી પરિણામે ભગાર રસ્તા ઉપર આવા ગભીર અકસ્માતના બનાવો બને છે છતા મનપાના અધિકારીઓ-પદાધિકારીઓનું મગજ ખાડામા હોય તેમ આવા બનાવો છતા તંત્રનું પેટનુ પાણી હલતું નથી અને દોષનો ટોપલો ટ્રાફિક પોલીસ ઉપર ઢોળવામાં આવે છે. સંતસબીર રોડ ઉપરના બનાવમા મહાનગરપાલિકાના ખાડાને કારણે આ બનાવ બન્યો હોવાનુ સીસીટીવીમા સ્પષ્ટ દેખાય છે.