રાજકોટ લોકસભા ની બેઠક પર પરસોત્તમ રૂપાલા ને ભાજપે ટીકીટ આપી છે ત્યારે મોહનભાઈ કુંડારિયા એ આપ્યો આવકાર : જુઓ વિડિયો
રાજકોટ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઇ રૂપાલાને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા બાદ પ્રથમ વખત રાજકોટના સાંસદ મોહનભાઇ કુંડારિયાની પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓએ ટિકિટને રમકડું ગણાવી જણાવ્યું હતું કે, ભાજપ પાર્ટી અમારા માટે માતા સમાન છે જયારે નાનું બાળક રડતું હોય તો માતા મોટા બાળક પાસેથી રમકડું લઈને નાના બાળકને આપી દે તેમાં કશું ખોટું નથી, સાથે જ મોહનભાઇ કુંડારીયાએ પ્રદેશ અને રાષ્ટ્રીય નેતાગીરીના નિર્ણય મુજબ જેમને ટિકિટ મળી છે તેવા પાર્ટીના વરિષ્ઠ આગેવાન પરસોત્તમભાઈ રૂપાલાને તેમના કરતા બમણી લીડથી જીત અપાવી ચૂંટણી જીતવાનો કોલ આપ્યો હતો. આગામી લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક માટે વર્તમાન સાંસદ મોહનભાઇ કુંડારીયા સહીત ડઝનેક ઉમેદવારોએ સેન્સ આપ્યા બાદ પ્રબળ દાવેદાર ગણાતા મોરબીના મોહનભાઇને બદલે ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્રીય મંત્રી પરસોતમભાઇ રૂપાલાને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવતા મોહનભાઇ કુંડારિયાની પ્રથમ વખત પ્રતિક્રિયા સામે આવી છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે, ખાસ કરીને ભાજપનું મોવડી મંડળ ઉમેદવારની પસંદગી કરે છે છેલ્લી બે ટર્મથી પાર્ટીએ મારા ઉપર પાર્ટીએ વિશ્વાસ મૂકી મને લડવાની તક આપી હતી એ જ રીતે આ વખતે પ્રદેશ અને રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડે નિર્ણય કર્યો કે પરસોતમભાઇ રૂપાલા રાજકોટથી ચૂંટણી લડશે. એક સ્વભાવિક અમારી પ્રક્રિયા છે.
વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, પાર્ટીએ મને નવ નવ તક આપી છે અને દરેક વખતે હું જીત્યો છું. પાર્ટીએ મને રાજ્યમાં કેન્દ્રમાં અને મંત્રી મંડળમાં પણ કામ કરવાની તક આપી છે, મોહનભાઇએ ઉમેર્યું કે પાર્ટી એક માં છે, કોઈ માતાને બે બાળક હોય અને બન્ને એક બાળક રડતું હોય તો માં નાના બાળકના હાથમાંથી રમકડું લઈ મોટા બાળકને આપે એવી ભૂમિકા અમારી પાર્ટીની છે. રુપાલાજી અમારા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે, અમારા સિનિયર છે જેથી તેમને જીત અપાવવાની જવાબદારી અમારી છે સવિશેષ મારી જવાબદારી છે અને મને લીડ મળી હતી તેનાથી ડબલ લીડે અમે તેમને જીતાડશું તેવું પણ તેમને જણાવ્યું હતું.
સાથે જ મોહનભાઇ કુંડારીયાએ તેમના કાર્યકાળમાં થયેલા કામોથી તેમને સંતોષ હોવાનું અને તેમના કાર્યકાળમાં થયેલ એઇમ્સ, રાજકોટ હિરાસર એરપોર્ટ, ઝનાના હોસ્પિટલ, સિક્સ લેન હાઇવે સહિતના કામોથી સંતોષ હોવાનું જણાવી ભવિષ્યમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈના શાસનમાં દેશ સાથે રાજકોટનો વિકાસ થતો રહેશે અને પરસોતમભાઇ રૂપાલા પણ રાજકોટના વિકાસ માટે કામ કરતા રહેશે તેવું તેમને અંતમાં જણાવ્યું હતું.
