રાજકોટમાં સેટેલાઈટ બસ સ્ટેન્ડનુ મંત્રી હર્ષ સંઘવીએ કર્યું લોકાર્પણ
રાજકોટ શહેરના ભાવનગર રોડ ઉપર આવેલા નવા અધ્યતન સેટેલાઈટ બસ સ્ટેન્ડને રાજ્યના વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી શનિવારે ખુલ્લુ મૂક્યું હતું. ઉપરોક્ત સેટેલાઈટ બસ સ્ટેન્ડ શરૂ થતાં પૂર્વ તરફના રહેવાસીઓને શહેરના એસટી પોર્ટ ઉપર આવવું નહિ પડે અને ભવનગર, અમરેલી, બોટાદ, જસદણ જવા માટે મુસાફરો માટે આ બસ સ્ટેન્ડ આશિર્વાદ રૂપ બનશે તેવું હર્ષ સંઘવી જણાવ્યું હતું. આ બસ સ્ટેન્ડમાં દરરોજ 175 થી વધુ બસની ટ્રીપ અવર-જવર કરશે.
લાંબા સમયથી તૈયાર થયેલા અને શહેરના અમૂલ સર્કલ પાસે આકાર પામેલા સેટેલાઈટ બસ સ્ટેન્ડનું અગાઉ બે વખત લોકર્પણ નક્કી થયા બાદ મોકૂફ રહ્યું હતું. દરમિયાન શનિવારે આખરે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીના હસ્તે ઉપરોક્ત બસ સ્ટેન્ડ ખુલ્લુ મૂકવામાં આવતા ધમધમતું થયું હતું.
