વડાપધાન મોદીના પૉડકાસ્ટ અંગે ટ્રમ્પે કેવું રીએક્શન આપ્યું ? શું કર્યું ? જુઓ
પ્રખ્યાત અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રિડમેન સાથેના તેમના પોડકાસ્ટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હિંમતની ખૂબ પ્રશંસા કરી હતી. પોતાના ઇન્ટરવ્યુમાં મોદીએ ટ્રમ્પ સાથે જોડાયેલી એક ઘટનાનો ઉલ્લેખ કર્યો જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ ઉપરાંત તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા આયોજિત રાત્રિભોજનનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાંભળીને ટ્રમ્પ ખુશ થઈ ગયા અને ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ હેન્ડલ પર મોદીનો પોડકાસ્ટ શેર કર્યો છે.
ટ્રમ્પે મોદીની આ મુલાકાત શેર કર્યા બાદ દુનિયાભરમાં મોદીની આ મુલાકાતની ચર્ચા જાગી છે અને તેની દુનિયાના શાસકોએ નોંધ લઈને તેના વખાણ કર્યા છે. ટ્રમ્પ વડાપ્રધાન મોદીના સંવાદ સાંભળીને ભારે ખુશ થયા છે .
મોદીએ તેમના પોડકાસ્ટ દરમિયાન એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે હ્યુસ્ટનમાં ટ્રમ્પ સાથે અમારો ‘હાઉડી મોદી’ કાર્યક્રમ હતો. રાષ્ટ્રપતિ ટ્રમ્પ બેઠા હતા અને મારું ભાષણ સાંભળી રહ્યા હતા. મેં ટ્રમ્પ સાથે આખા સ્ટેડિયમની મુલાકાત લીધી. ટ્રમ્પ સુરક્ષા અધિકારીઓને પૂછ્યા વિના મારી સાથે ચાલ્યા ગયા. અમેરિકન સુરક્ષા પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને આ શક્ય નહોતું. ટ્રમ્પ અમેરિકાના ફર્સ્ટ વ્યક્તિ છે અને હું ઇન્ડિયાનો.
મોદીએ એમ પણ કહ્યું હતું કે મને હંમેશા રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે સારું લાગે છે. આ સાંભળીને ટ્રમ્પ ખુશ થઈ ગયા અને ટ્રમ્પે તેમના ટ્રુથ સોશિયલ હેન્ડલ પર પીએમ મોદીનો પોડકાસ્ટ શેર કર્યો છે.