મહેંદી તે વાવી વ્હાલુડીના વિવાહમાં…એનો રંગ ગયો….. : મંત્રી ભાનુબેન બાબરીયાએ દુલ્હનના હાથમાં મહેંદી મૂકી કરાવ્યું શુકન
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ આયોજિત વહાલુડીના વિવાહના પ્રસંગમાં ગુરુવારે મહેંદી રસમની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટમાં રહેતી દીકરીઓને ઉમંગ અને ઉત્સાહ ભર્યા માહોલ વચ્ચે મહેંદી મુકવાની રસમ વાજતે ગાજતે કરી હતી. પ્રભુતામાં પગલાં પાડનારી દીકરીઓને રાજકોટના હરિહર હોલ ખાતે મંત્રી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સુરીલા સંગીત સાથે દુલ્હન મહેંદી મૂકવામાં આવી હતી. 23 દીકરીઓ વહાલુડીના વિવાહમાં જોડાશે. આપ દીકરીઓને વીઆર મહેંદીના વિભૂતિબેન વેકરીયા અને તેમની ટીમ દ્વારા દુલ્હન મહેંદી મુકવાની નિસ્વાર્થ સેવા આપી હતી. આ પ્રસંગે મંત્રી ભાનુબેન બાબરીયાએ ઉમંગભેર પોતાના હાથે મહેંદી મુકાવી હતી. તેમજ ભાનુબેન એ દુલ્હનને મહેંદી મૂકી શુકન કર્યું હતું. આ પ્રસંગની સફળતા માટે મુકેશભાઈ દોશી અને અનુપમભાઈ દોશી, ડોક્ટર ફાલ્ગુની કલ્યાણી, માધવીબેન ધમસાણીયા, ગીતાબેન વોરા, કિરણબેન વડગામા, મોસમીબેન કલ્યાણી, ચેતનાબેન પટેલ, વર્ષાબેન આસોદરીયા, વર્ષાબેન પોપટ, અલ્પાબેન પારેખ, નિશાબેન મારું સહિત બહેનો જોડાયા હતા.
