મેઘરાજાની ફરી ધમાકેદાર ઇનિંગ : મંગળવારે 63 તાલુકામાં વરસાદ
ગારીયાધારમાં દે ધનાધન અઢી, ડાંગમાં 4 ઈંચ વરસાદ
ચારેક દિવસના વિરામ બાદ મંગળવારે મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી ડાંગ આહવામાં 4 ઈંચ તો ભાવનગરના ગારીયાધારમાં અઢી ઈંચ વરસાદ વરસાવ્યો હતો, મંગળવારે રાજ્યમાં સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમા 63 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો.
શ્રાવણી સરવડા વરસાવી રહેલા મેઘરાજાએ ચારેક દિવસ વિરામ લીધા બાદ મંગળવારે રાજ્યના 63 તાલુકામાં વરસાદ વરસાવ્યો હતો જેમાં સૌથી વધુ ડાંગ આહવામાં 93 મીમી, નવસારીના ચીખલીમાં 78 મીમી, સુરતના પલસાણામાં 67 મીમી, ભાવનગરના ગારીયાધારમાં 61 મીમી,તાપીના ડોલવણમા 51 મીમી, નર્મદાના સાગબારામાં 47 મીમી, નવસારીના ગણદેવીમાં 45 મીમી,ખેરગામમાં 43 મીમી,અમરેલીના લીલીયામાં 42 મીમી,ભરૂચમાં 41 મીમી, વલસાડના કપરાડામાં 38 મીમી,સુરતના કામરેજમાં 37 મીમી, બોટાદમાં 22 મીમી,રાજુલામાં 20 મીમી અને સુરેન્દ્રનગરના મુળીમાં 18 મિમિ સહીત રાજ્યના 63 તાલુકાઓમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો હતો.
