સફેદ કપડા પાછળનો કાળો ખેલ ૧૩૫ની દવા ૪૪૦ની થઈ જાય છે, કારણ: ડૉક્ટરનું ‘કમિશન’ ૧૦૫ !
દવાઓ તો સસ્તી જ બને છે પણ ડૉક્ટરો-ફાર્મસી વચ્ચે કમિશનની પ્રેક્ટિસથી મરો દર્દીઓનો જ થાય છે
કંપનીને પડતર ૧૩૫માં મેડિકલને વેચે છે ૩૫૨માં કંપનીનો નફો ૧૧૨માં ડૉક્ટરનું કમીશન ૧૦૫ ગ્રાહકને મળે છે ૪૪૦માં
દરરોજ ઉપયોગમાં લેવાતી દવાઓ દર્દી સુધી પહોંચતાં પહોંચતાં મોંઘીદાટ કેમ થઈ જાય છે તેનું આ રહ્યું સૌથી મોટું કારણ
દવા કંપની દ્વારા નક્કી' કરાયેલી ટકાવારી
વોઈસ ઓફ ડે’ના હાથ લાગી !
દર્દીઓ જેને ભગવાનનું બિરુદ આપી રહ્યા છે તે સફેદ કપડાં પહેરેલા ડૉક્ટરોને પૈસાની ભૂખ કેવી અને કેટલી હદે હોય છે તેને ઉજાગર કરવા માટે વોઈસ ઓફ ડે' દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
પ્રથમ ભાગમાં ડૉક્ટર અને દવા કંપની વચ્ચે સાંઠગાંઠને કારણે દર્દીઓ કેવી રીતે ખંખેરાઈ રહ્યા છે તેનો ચિતાર આપવામાં આવ્યો છે ત્યારે આ વખતના ભાગ-૨માં પાણીના ભાવે તૈયાર થતી દવા દર્દી સુધી પહોંચતાં પહોંચતાં કેવી રીતે મોંઘીદાટ થઈ જાય છે તે અંગે પ્રકાશ પાડવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે ૨૦૦ ગ્રામ પ્રોટીન પાઉડર કે જેની પડતર કિંમત ૧૩૫ રૂપિયા થાય છે અને ગ્રાહકને તે અધધ ૪૪૦ રૂપિયામાં મળે છે.
આવું શા માટે થઈ રહ્યું છે તેનો સત્તાવાર પૂરાવો પણ
વોઈસ ઓફ ડે’ને હાથ લાગ્યો છે. આ પ્રોટીન પાઉડર કંપનીને ૧૩૫ રૂપિયામાં પડ્યા બાદ તેનું તે વેચાણ મેડિકલ સ્ટોરને ૩૫૨ રૂપિયામાં કરે છે. જ્યારે મેડિકલ સ્ટોર પોતાનો ૨૦% નફો રાખીને એ પાઉડર ૪૪૦ રૂપિયામાં વેચે છે. આ રીતે દવા કંપનીને ૨૧૭ રૂપિયાનો નફો થાય છે. જો કે આ પાઉડરનું વેચાણ ડૉક્ટર ન લખી આપે ત્યાં સુધી શક્ય બને તેમ ન હોવાથી ડૉક્ટરને પણ ખુશ' કરવા પડે છે.
વળી, ડૉક્ટર એમ જ
ખુશ’ થોડા થઈ જશે ? એટલા માટે કંપનીએ નક્કી કરેલા એમ.આર.દ્વારા ડૉક્ટર સાથે પ્રત્યેક પાઉડરના ડબ્બાદીઠ ૧૦૫ રૂપિયા કમિશન નક્કી કરવામાં આવે છે. આ રીતે કંપનીનો પાઉડર પણ વેચાય છે અને ડૉક્ટર પણ `ખુશ’ રહે છે. જો કે ડૉક્ટરને કમિશન ચૂકવ્યા બાદ પણ કંપનીનો નફો ૮૨ રૂપિયા પ્રતિ ડબ્બો રહે છે !! આવી જ કેટલીક દવાઓનું લિસ્ટ અત્રે પ્રસ્તુત કરવામાં આવ્યું છે જે કમિશનની ગવાહી પૂરી રહ્યું છે.
લીવોસાલબ્યુટામોલ (શ્વાસ માટેનો પમ્પ)
કંપનીને પડતર ૨૨૦માં
મેડિકલને વેચે છે ૩૫૨માં (મેડિકલનું કમિશન ૨૦%)
ડૉક્ટરનું કમીશન ૧૦૫
ગ્રાહકને મળે છે ૪૪૦માં
એસિક્લોફેનાક એન પેરાસિટામોલ (દુ:ખાવા માટેની દવા)
કંપનીને પડતર ૧૯માં
મેડિકલને વેચે છે ૬૩.૨૦ (મેડિકલનું કમિશન ૨૦%)
ડૉક્ટરનું કમીશન ૧૯
ગ્રાહકને મળે છે ૭૯માં
પ્રોટીન પાઉડર (૨૦૦ ગ્રામ)
કંપનીને પડતર ૧૩૫માં
મેડિકલને વેચે છે ૩૫૨માં (મેડિકલનું કમિશન ૨૦%)
ડૉક્ટરનું કમીશન ૧૦૫
ગ્રાહકને મળે છે ૪૪૦માં
પેરાસિટામોલ ટેબ્લેટ (૨૦ ગોળી)
કંપનીને પડતર ૧૯માં
મેડિકલને વેચે છે ૩૫.૨૦માં
ડૉક્ટરનું કમિશન ૧૦.૫૬
ગ્રાહકને મળે છે ૪૪માં
ગ્લીમીપરાઈઝડ-૧ એમજી (૧૦ ગોળી) (સુગર માટે)
કંપનીને પડતર ૭.૫૦
મેડિકલને વેચે છે ૬૩.૬૦
ડૉક્ટરનું કમિશન ૧૯.૦૮
ગ્રાહકને મળે છે ૭૯.૫
ટેલ્મીસારટન ૪૦ એમજી (બ્લડપ્રેશર માટે)
કંપનીને પડતર ૧૫.૮૦
મેડિકલને વેચે છે ૬૦.૫૬માં
ડૉક્ટરનું કમિશન ૧૮.૧૬
ગ્રાહકને મળે છે ૭૫.૭૧
મલ્ટીવિટામીન સીરપ (૨૦૦ એમએલ)
કંપનીને પડતર ૪૫
મેડિકલને વેચે છે ૧૨૬.૪૦માં
ડૉક્ટરનું કમિશન ૩૭.૯૨
ગ્રાહકને મળે છે ૧૫૮માં
કેટેકોનાઝોલ ક્રીમ (૩૦ ગ્રામ)
કંપનીને પડતર ૩૦માં
મેડિકલને વેચે છે ૨૦૦.૬૪માં
ડૉક્ટરનું કમિશન ૬૦.૧૯
ગ્રાહકને મળે છે ૨૫૦.૮૦માં
મેરોપેનમ ઈન્જેક્શન (ઈન્ફેક્શન માટે)
કંપનીને પડતર ૧૬૫માં
મેડિકલને વેચે છે ૮૫૪.૪૦
ડૉક્ટરનું કમિશન ૨૫૬
ગ્રાહકને મળે છે ૧૦૬૮માં
ડાઈક્લોફેનાક ઈન્જેક્શન (દુ:ખાવા માટે)
કંપનીને પડતર ૪.૭માં
મેડિકલને વેચે છે ૩૦.૪માં
ડૉક્ટરનું કમિશન ૯.૧૨
ગ્રાહકને મળે છે ૩૮માં
પેન્ટોપ્રાઝોલ એન્ડ ડોમપેરિડૉમ કેપ્સ્યુલ (એસીડીટી-ગેસ માટે)
કંપનીને પડતર ૧૪.૭૫માં
મેડિકલને વેચે છે ૧૦૬માં
ડૉક્ટરનું કમિશન ૩૧.૮
ગ્રાહકને મળે છે ૧૩૨.૫માં
આલ્પ્રાઝોલમ ૦.૫ (ઉંઘ માટે-૩૦ ગોળી)
કંપનીને પડતર ૨૯માં
મેડિકલને વેચે છે ૧૦૦.૮માં
ડૉક્ટરનું કમિશન ૩૦.૨૪
ગ્રાહકને મળે છે ૧૨૬માં
સિનારિન્ઝીમ ૭૫ એમજી (ચક્કર માટે ૧૦ ગોળી)
કંપનીને પડતર ૧૭.૫૦માં
મેડિકલને વેચે છે ૬૦.૪૪માં
ડૉક્ટરનું કમિશન ૨૦.૮૩
ગ્રાહકને મળે છે ૮૬.૮૦માં
સેફિક્સિમ ૨૦૦ (એન્ટિબાયોટિક)
કંપનીને પડતર ૫૦.૫૦માં
મેડિકલને વેચે છે ૮૭.૫૨માં
ડૉક્ટરનું કમિશન ૧૭.૫૦
ગ્રાહકને મળે છે ૧૦૯.૪૦માં
લીવોસેટરીજીન ૧૦ ટેબ્લેટ (એલર્જી માટે)
કંપનીને પડતર ૧૧માં
મેડિકલને વેચે છે ૭૬માં
ડૉક્ટરનું કમિશન ૨૨.૮૦
ગ્રાહકને મળે છે ૯૫માં