લક્ષ્મીનગરમાં ડિલાઈટ-મવડીમાં રાજમહલ આઈસ્ક્રીમમાં મનપાના દરોડા
પાનમસાલા, રોઝ પેટલ, રેડ વેલવેટ ફ્લેવર આઈસ્ક્રીમના નમૂના લેવાયા
ઉનાળામાં જેનો સૌથી વધુ ઉપાડ રહે છે તે આઈસ્ક્રીમના વેચાણ ઉપર આખરે મહાપાલિકાએ નજર દોડાવી છે. અત્યાર સુધી કેરીનો રસ, મસાલા સહિતના નમૂના લેવાયા બાદ હવે ત્રણ સ્થળેથી આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા છે. મનપાની ફૂડ શાખા દ્વારા લક્ષ્મીનગર પાસે મહાદેવ વાડી મેઈન રોડ પર શ્રીજી ફૂડસ (ડિલાઈટ આઈસ્ક્રીમ)માંથી પાનમસાલા ફ્લેવર, રોઝ પેટલ આઈસ્ક્રીમ અને મવડી પ્લોટમાં મણીનગર-૩માં આવેલા રાજમહલ આઈસ્ક્રીમમાંથી રેડ વેલવેટ આઈસ્ક્રીમના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
આ ઉપરાંત કૂવાડવા રોડ વિસ્તારમાં ખાણીપીણીનું વેચાણ કરતાં ૨૦ ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરાતાં પાંચ પાસે લાયસન્સ ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું જેમને નોટિસ ફટકારાઈ હતી.