ઢોર મામલે મનપા કુણી’ પડશે કેઆકરી’ ? ત્રીરંગાની લાકડીની કમાણી’ પર ફરશે કાતર
સર્વેશ્વર ચોકમાં નવો સ્લેબ બનાવવા, સાંઢિયા પુલને તોડી ઓવરબ્રિજ બનાવવા માટે રેલવેને ભરવાની થકી રકમ ભરવા સહિતની ૨૮ દરખાસ્તો અંગે આજે સ્ટેન્ડિંગ કમિટી લેશે નિર્ણય
મહાપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળશે જેમાં ૨૮ પ્રકારની દરખાસ્તો એજન્ડામાં સામેલ કરવામાં આવી છે. આમ તો પાછલી કમિટીની બેઠકમાં પેન્ડીંગ રહેલી અનેક દરખાસ્તો ફરી આ વખતના એજન્ડામાં સામેલ કરવામાં આવી છે જેમાં ઢોરમાલિકોને આકરો દંડ ફટકારવા, ત્રીરંગાની લાકડીની કિંમતમાં ચાર ગણો વધારી કરીને કરાયેલી દરખાસ્ત સહિતનો નિર્ણય આજે લેવામાં આવશે.
આ ઉપરાંત સર્વેશ્વર ચોકમાં નવો સ્લેબ બનાવવા, સાંઢિયા પુલને તોડી ઓવરબ્રિજ બનાવવા માટે રેલવેને ભરવાની થતી દરખાસ્તો અંગે પણ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવશે. આ ઉપરાંત પાંચ-પાંચ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકથી લટકતી આવતી મોટામવા પુલને પહોળો કરવાની દરખાસ્ત આ વખતના એજન્ડામાં સમાવિષ્ટ છે ત્યારે આ દરખાસ્ત મંજૂર થાય છે કે પછી
દબાણવશ’ થઈને તેને પેન્ડીંગ રાખી દેવામાં આવે છે તે જોવું પણ રસપ્રદ બની રહેશે. આવી જ રીતે જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલને તોડી પાડી તેના સ્થાને નવો ફોરલેન (ચારમાર્ગીય) ફ્લાય ઓવરબ્રિજ બનાવવા માટે રેલવેને ભરવાની થતી ૧.૫૮ કરોડની રકમને મંજૂરી આપવા મ્યુનિ.કમિશનરે સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત કરી છે. આવી જ રીતે તાજેતરમાં સર્વેશ્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ તૂટી પડતાં હવે તેના સ્થાને નવો સ્લેબ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે જેના ઉપર આજે નિર્ણય લેવામાં આવશે.