વધુ ૨૨ ઝુંપડા તોડતી મનપા: ૨.૩૨ કરોડની જમીન ખુલ્લી
મવડી-વાવડી ટીપી સ્કીમમાં ડિમોલિશન
મહાપાલિકાની કરોડોની જમીન ઉપર છેલ્લા ઘણા સમયથી કાચા-પાકા મકાનો તેમજ ખાસ કરીને ઝુંપડાઓ બંધાઈ ગયા હોય દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં બૂલડોઝર દોડાવાઈ રહ્યું છે. હવે મનપાની ટીપી શાખાએ વૉર્ડ નં.૧૧ના વાવડી અને મવડી વિસ્તારમાં ડિમોલિશન કરી ૨૨ ઝુંપડા તોડી પાડીને ૨.૩૨ કરોડની જમીન ખુલ્લી કરાવી હતી.
ટીપી શાખા દ્વારા સાવન બંગલોઝ સામે પાળ રોડ-મવડીમાં ટીપી સ્કીમ નં.૨૭ના પ્લોટમાં બંધાઈ ગયેલા ૧૫ ઝુંપડા, ધોલકિયા સ્કૂલ પાછ, રામપાર્કની બાજુમાં ટીપી સ્કીમ નં.૭ (નાનામવા)ના પ્લોટમાંથી ૬ ઝુંપડા અને વાવડી બાયપાસ રોડ પર ટીપી સ્કીમ નં.૧૫ના પ્લોટમાંથી એક ઝુંપડી તોડી પાડી કુલ ૪૩૫ ચો.મી. જમીન ખુલ્લી કરાવી હતી જેની કિંમત ૨.૩૨ કરોડ રૂપિયા જેવી થવા જાય છે.