દિવાળી પર 400 વર્ષ પછી બની રહ્યો છે મહાયોગ, જાણો પૂજનવિધિ
400 વર્ષ પછી ધનતેરસ અને દિવાળી પર મહાયોગ બની રહ્યો છે. ગઈકાલે શનિ પુષ્યનક્ષત્ર હતું અને આજે રવિ પુષ્યનક્ષત્ર છે. પુષ્યનક્ષત્રના સ્વામી શનિદેવ સ્વરાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે. જેના કારણે ગજકેસરી યોગનું નિર્માણ થઈ રહ્યું છે, જે શુભ માનવામાં આવે છે. 400 વર્ષ પછી આ પ્રકારના યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
- ધનતેરસ- 10 નવેમ્બર 2023
- મહાલક્ષ્મી પૂજા- 12 નવેમ્બર 2023
- ગોવર્ધન પૂજા- 14 નવેમ્બર 2023
- ભાઈબીજ- 14 નવેમ્બર 2023
દિવાળી પૂજા વિધિ
- ઈશાન ખૂણો અથવા ઉત્તર દિશામાં સાફ સફાઈ કર્યા પછી સ્વસ્તિક બનાવો. તેના પર ચોખા મુકો, હવે તેના પર બાજઠ મુકો. બાજઠ પર લાલ કપડું પાથરીને તેના પર લક્ષ્મી માતાની મૂર્તિ અથવા ફોટો મુકો. ફોટોમાં ભગવાન ગણેશ અને કુબેરની તસવીર પણ હોવી જોઈએ. લક્ષ્મી માતાની બંને બાજુ સફેદ હાથીના ફોટો પણ હોવા જોઈએ.
- પૂજન સમયે પંચદેવની સ્થાપના કરો. સૂર્યદેવ, શ્રીગણેશ, દુર્ગા, શિવ અને વિષ્ણુને પંચદેવ કહેવામાં આવે છે. પૂજા કર્યા પછી ધૂપદીવા કરો. તમામ મૂર્તિ અને ફોટોઝ પર જળ છાંટીને તેને પવિત્ર કરો.
- આસન ગ્રહણ કરીને લક્ષ્મી માતાની ષોડશોપચાર પૂજા કરો. 16 ક્રિયા (પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, આભૂષણ, ગંધ, પુષ્પ, દીવા, નૈવેદ્ય, આચમન, તાંબુલ, સ્તવપાઠ, તર્પણ અને નમસ્કાર)થી પૂજા કરો. પૂજાના અંતમાં સાંગતા સિદ્ધિ માટે દક્ષિણા અર્પણ કરો.
- લક્ષ્મી માતાના ફોટો પર હળદર, કંકુ, ચંદનથી તિલક કરો અને ચોખા લગાવો. પૂજામાં અનામિકા આંગળી (નાની આંગળી પાસેની રિંગ ફિંગર)થી તિલક કરો. આ પ્રકારે ષોડશોપચારની તમામ પૂજા સામગ્રીથી પૂજા કરો અને તેમના મંત્રનો જાપ કરો.
- પૂજા કર્યા પછી નૈવેદ્ય ધરાવો. તમામ પકવાન પર તુલસીનું એક પાન રાખો. પૂજામાં 16 પ્રારની ગુજિયા, પાપડી અને લાડવાનો ભોગ ધરાવવામાં આવે છે. હવે ચોખા, બદામ, પિસ્તા, હળદર, સોપારી, ઘઉં, નારિયેળ અર્પણ કરો.
- પૂજાના અંતમાં આરતી કરો. પૂજા પછી કર્પૂર આરતી કરો અને શ્લોકનું ઉચ્ચારણ કરો. આરતી કર્યા પછી જળ છાંટો અને પ્રસાદસ્વરૂપે તમામ લોકો પર છાંટો.
- મુખ્ય પૂજા પછી મુખ્યદ્વાર અથવા આંગણામાં દીવો પ્રગટાવો. યમના નામનો પણ એક દીવો અને રાત્રે ઘરના તમામ ખૂણામાં દીવા કરો.
- પૂજા કર્યા પછી મિઠાઈનું વિતરણ કરો.