મહાપાલિકાની ‘લેટલતીફ’ ફૂડ શાખા ! ગણેશોત્સવ બાદ લીધા મોદકના નમૂના
નમૂનાના રિપોર્ટ ૯૦ અથવા ૧૨૦ દિ' એટલે કે દિવાળી પછી આવશે: બટર મલાઈ બરફી, ટોપરા-અંજીર પાક, કેસર પેંડાના નમૂના પણ લેવાયા
મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા સપ્તાહમાં બે વખત અલગ-અલગ વિસ્તારોમાં ખાણીપીણીનું વેચાણ કરનારા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરી નમૂના સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં છેલ્લા ૧૧ દિવસથી ગણેશોત્સવ ચાલી રહ્યો હતો જેમાં હજારોકિલોની માત્રામાં મોદક મતલબ કે લાડું ખવાઈ ગયા છે પરંતુ એ સમયે તંત્રને મોદક (લાડુ)ના નમૂના લેવાનું ન સૂઝ્યું અને ગણેશોત્સવ પૂર્ણ થયા બાદ નમૂના લેતાં ફૂડ શાખા
લેટલતીફ’ હોવાનું સાબિત થઈ ચૂક્યું છે. વળી, આ નમૂનાનો રિપોર્ટ ૬૦, ૯૦ અથવા ૧૨૦ દિવસ બાદ રિપોર્ટ આવશે કે તેમાં ભેળસેળ હતી કે કેમ ? જો કે ત્યાં સુધીમાં દિવાળીનો તહેવાર પણ પૂર્ણ થઈ ગયો હશે !
ફૂડ ાાખા દ્વારા મવડી પ્લોટમાં નવરંગપરા-૧માં શિવશક્તિ ગૃહ ઉદ્યોગમાંથી મોતીચૂર લાડુ, કોઠારિયા રિંગરોડ પર તિરુપતિ સોસાયટી શેરી નં.૨માંથી મોતીચૂર લાડુ, ગણેશનગર શેરી નં.૧૦માં ગજાનન સોન પાપડી ગૃહ ઉદ્યોગમાંથી મોતીચુર લાડુ, કોઠારિયા રોડ પર શિવાક્તિ ગૃહ ઉદ્યોગમાંથી બૂંદીના લાડુ, કૂવાડવા રોડ પર પટેલ ડેરી માર્ફમામાંથી બટર મલાઈ બરફી, જાગનાથ ડેરી ફાર્મમાંથી ટોપરા પાર્ક, ગોવિંદમ ડેરીમાંથી અંજીર પાક, કોઠારિયામાં ડાયમંડ પાર્ટીપ્લોટવાળા રોડ પર આવેલી રોયલ ડેરીમાંથી કેસર પેંડા, નિલકંઠ સિનેમા બાજુમાં શ્રી સત્યમ ડેરીમાંથી થાબડી અને કોઠારિયા મેઈન રોડ પર નવનીત ડેરી ફાર્મમાંથી બટર સ્કોચ બરફીના નમૂના લઈ પરિક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલાયા હતા.