આગામી સપ્તાહે લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક
વિવાદિત મિલ્કતોના 40થી 50 જેટલા કેસ અંગે નિર્ણય લેવાશે
રાજકોટ : રાજકોટ જિલ્લામાં લેન્ડગ્રેબિંગ કમિટી દ્વારા પડતર કેસોનો નિકાલ કરી દેવામાં આવ્યો છે ત્યારે આગામી સપ્તાહે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક યોજવામાં આવનાર હોવાનું અને 40થી 50 જેટલા કેસ અંગે નિર્ણય લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
ગુજરાત સરકારના જમીન પચાવી પાડવા ઉપર પ્રતિબંધ લાદતા નવા કાયદા અંગે મિલ્કતોના વિવાદમાં લેન્ડગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવા માટે લેન્ડગ્રેબિંગ કમિટી દ્વારા આવા કેસની ચકાસણી કરી ગુણદોષના આધારે નિર્ણય કરવામાં આવતા હોય છે જે અંતર્ગત આગામી સપ્તાહે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક મળશે જેમાં અંદાજે 40 થી 50 જેટલા કેસ અંગે નિર્ણય લેવામાં આવનાર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.