અમરેલીના ચકચારી ગુજસીટોકના ગુનામાં લેડી ડોન સોનુ ડાંગર સહિત ત્રણનો જામીન ઉપર છુટકારો
ગુજરાત હાઈકોર્ટના સીનીયર વકીલ આશીષ ડગલી, વિરાટ પોપટ અને રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાએ કરેલી દલીલોને ધ્યાને કરેલો હુકમ
અમરેલી પંથકના ચકચારી ગુજસી ટોકના ગુનામાં લાંબા સમયથી જેલ હવાલે રહેલી રાજકોટની નામચીન સોનુ ડાંગર અને તેના બે સાગરીતને હાઇકોર્ટે જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો છે. ગુજરાત હાઈકોર્ટના સીનીયર વકીલ આશીષ ડગલી, વિરાટ પોપટ , રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયાએ કરેલી દલીલોને ધ્યાને લઈ કોર્ટે જમીન મુક્ત કરવા હુકમ કર્યો હતો.
અમરેલી પંથકમાં ધાક ધમકી,ખંડણી, મિલકત પચાવી પાડવી અને મારામારી સહિતના ગુનાઓ આચરી ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી ટોળકી સામે એસ.પી. નિર્લિપ્ત રાયે વર્ષ 2020 માં સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ વખત ગૂજસીટોક હેઠલ ગુનો નોંધવામાં આવ્યો હતો.
જેમાં શિવરાજ રામકુભાઈ વિછીયા, સોનુ ડાંગર, નરેન્દ્ર ઉર્ફે નટુભાઈ ખુમાણ, ગૌતમ નાચકુભાઇ ખુમાણ, બાલસિંઘ જેતાભાઈ બોરીચા અને વનરાજ મંગળુભાઈ વાળા સહિતના શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા અલગ અલગ જેલહવાલે કરવામાં આવ્યા હતા. સદરહું કામમાં ચાર્જશીટ અદાલતમાં રજુ થઈ જતા બાલસિંગ જૈતાભાઈ બોરીચા, વનરાજ મંગળુભાઈ વાળા અને સોનુ ડાંગરએ સેશન્સ કોર્ટમાં જામીન અરજી દાખલ કરેલી હતી જે જામીન અરજી સેશન્સ કોર્ટ ધ્વારા ગુજસીટોક જેવો ગંભીર ગુન્હો હોય અને આરોપીઓ ઉપર અનેક ગુન્હાઓ નોંધાયેલા હોય તેમ માનીને જામીન રદ કરવામાં આવેલી હતી બાદ આરોપીઓ તરફે હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલી હતી.
જે જામીન અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા એ મતલબની રજુઆત કરવામાં આવેલી હતી કે ગેંગ લીડર શીવરાજ ઉર્ફે મુન્નો રામકુભાઈ વીંછીયાને સુપિમ કોર્ટ ધ્વારા જામીન મુકત કરવામાં આવેલી છે. જયારે હાલના આરોપીઓ સામે પોહીબીશન સહિતના 10 નોંધાયેલા ગુના ગુજસીટોકનો કાયદો અમલમાં આવ્યો તે પહેલાના છે.
આરોપીઓ છેલ્લા 3-વર્ષથી જેલમાં છે. તેમજ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ટાંકેલા ચુકાદાઓ સહીતની બધી બાબતો ધ્યાને લઈ હાઈકોર્ટ ધ્વારા આરોપીઓ બાલસિંગ જૈતાભાઈ બોરીચા, વનરાજ મંગળુભાઈ વાળા અને સોનુ ડાંગરને રેગ્યુલર જામીન ઉપર મુકત કરવા અરજ કરેલી હતી.જે તમામ બાબતો ધ્યાને લઈ હાઈકોર્ટ ધ્વારા આરોપીઓ બાલસિંગ જૈતાભાઈ બોરીચા, વનરાજ મંગળુભાઈ વાળા તથા સોનુ ડાંગરને રૂા.15,000ના શરતી જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલો છે.આ કામમાં ગુજરાત હાઈકોર્ટના સીનીયર વકીલ આશીષ ડગલી, વિરાટ પોપટ , રાજકોટના યુવા ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવિર બારૈયા, મીલન જોષી, દિપ વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી અને સાગરસિંહ પરમાર રોકાયા હતા.