મોરબીમાં પારકા ઝગડમાં વચ્ચે પડેલાગઢવી પ્રૌઢની હત્યા
ઘર પાસે ફટાકડા ફોડવાબાબતે ચાલતી માથકૂટમાં નિર્દોષનો ભોગ લેવાયો
મોરબીનાં લાભનગર વિસ્તારમાં ગઈકાલે રાત્રે ઘર પાસે ફટાકડા ફોડવાની નાપાડતાં વિધર્મી શખ્સ સાથે થયેલી માથાકુટમાં વચ્ચે છોડાવવા પડેલાનિર્દોષ આધેડને છરીના ઘા ઝીંકી દેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુનિપજતાં બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
મોરબીના લાભનગર વિસ્તારમાં રહેતાઅને ડ્રાઈવીંગ કામ કરતાં રાજેશદાન અમરદાન ગઢવી પ્રૌઢઉપર વલી જામ નામના શખ્સે હુમલો કરતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું અને બનાવ હત્યામાં પલ્ટાયો હતો. બનાવ પાછળનું કારણ એવું છે કે,ઘરપાસે રહેતા લાખાભાઈ જામંગની પત્ની સમજુબેનને મગજની બિમારી હતી. જેને કારણે ફટાકડાફૂટતા તેમને તકલીફ થતી હતી. આરોપી વલી જામ સહિતના બે શખ્સો ઘર પાસે ફટાકડાફોડતા હોય જેને ફટાકડા ફોડવાની ના પાડવા જતાં લાખાભાઈ વાલાભાઈ જામંગ સાથે માથાકુટ થઈ હતી.બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાંછોડાવવા માટે વચ્ચે પડેલા રાજેશદાન ગઢવી પર લખાએ છરી વડે હુમલો કરતા ગંભીર ઈજા સાથે પહેલાં પ્રથમ મોરબીહોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની સિવિલહોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાંજ્યાં તેમનું મોત થયું હતું.
આબનાવની જાણ થતાં બી-ડીવીઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતક રાજેશ ગઢવી ડ્રાઈવીંગ કામ કરતાં હતા અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે.