રાજકોટ જિલ્લામાં 5.32 લાખ હેકટરમાં થયું ખરીફ પાકોનું વાવેતર
મગફળીનું 2.26 અને કપાસનું 2.44 હેકટરમાં વાવેતર થયું
રાજકોટ જિલ્લામાં ચાલુ વર્ષે પ્રથમ સિઝનમાં જ સારો વરસાદ પડવાથી ખેડતોએ વાવણી શરૂ કરી હતી અને હાલ ખરીફ વાવતર પૂર્ણ થયું છે ત્યારે જિલ્લામાં ચાલુ વર્ષે સૌથી વધુ 2,26,066 હેકટરમાં મગફળી જ્યારે કપાસનું 2,44,803નું વાવેતર થયું છે.
રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં ચાલુ વર્ષે ખરીફ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે કપાસ, મગફળી, સોયાબીનનું વાવેતર વધુ થયું છે. ખેતીવાડી વિભાગના જણાવ્યા મુજબ કપાસનું સૌથી વધુ વાવેતર ગોંડલમાં 43436, રાજકોટમાં 28185, જેતપુરમાં 26780, જસદણમાં 25966 હેકટરમાં વાવેતર થયું છે જ્યારે મગફળીનું સૌથી વધુ વાવેતર ગોંડલમાં 40703, જસદણમાં 31225, રાજકોટમાં 27825 જ્યારે ઉપલેટમાં 21810 હેકટરમાં વાવેતર થયું છે. આ ઉપરાંત સોયાબીનનું જિલ્લામાં 15543 હેકટરમાં કુલ વાવેતર થયું છે. તેમાં સૌથી વધુ ધોરાજીમાં 3560, જેતપુરમાં 3384, ઉપલેટમાં 3120 અને રાજકોટ તાલુકામાં 2558 હેકટરમાં વાવેતર થયું છે. જ્યારે બીજી બાજુ મગ, અડદ અને તલના વાવેતરમાં સામન્ય ઘટાડો જોવા મળી રહ્યો છે.