કેરળ બ્લાસ્ટ: 70 સીસીટીવી સ્કેન, ભૂરા કલરની બલેનો કારની તલાશ
મૃત્યુઆંક વધીને 3 થયો, 45 ઘાયલો પૈકી કેટલાક હજુ ગંભીર,વાહનોનું ચેકિંગ
કેરળના એર્નાકુલમમાં થયેલા સિરિયલ બ્લાસ્ટની ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ ઘટનામાં અત્યાર સુધીમા 3 લોકોના મોત થયા છે તો 45 જેટલા લોકો ઘાયલ પણ છે. ઘટનાના પગલે મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને તમામ રાજકીય પક્ષની બેઠક બોલાવી હતી.
બ્લાસ્ટની ઘટનામાં એક સંદિગ્ધ ભુરા કલરની બેલેનો કારની પણ તપાસ ચાલી રહી છે. તપાસ એજન્સીઓ દ્વારા 70 કરતા વધારે સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી કે જેમાં આ ભુરા કલરની કાર દેખાી રહી છે અને તેની ભૂમિકા શંકાસ્પદ જેવી દેખાતી હતી જેને લઈને તેની શોધ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રીય માહિતિ મુજબ બ્લાસ્ટના થોડાક ક્ષણ પહેલા જ આ કાર પાર્કીગની અંદર ગઈ હતી. તપાસ એજન્સીઓને લાગી રહ્યું છે કે બ્લાસ્ટના આરોપીઓ આ કારમાં ફરાર થઈ ગયા હોવા જોઈએ.
તપાસ એજન્સીઓને પ્રાથમિક તપાસના ધોરણે જ ઘટનામાં આતંકવાદી તત્વોનો હાથ હોવાનો શક છે. કોચી બ્લાસ્ટની ઘટનામાં જવાબદાર ડોમિનિક માર્ટિને એ નથી જણાવ્યું કે તેને જે આઈડી કે વિસ્ફોટકો મળ્યા છે તે ક્યાંથી મળ્યા છે તેને લઈને કોઈ પણ પ્રકારની માહિકિ નથી આપી અને તપાસ એજન્સીઓ માટે એ જાણવું જરૂરી બન્યું છે.