જેતપુર પંથકમાં ભેદી ધડાકા સાથે ધરા ધ્રુજી
ટીડીઓએ તલાટી પાસે મંગાવ્યો રિપોર્ટ: ખારચીયા, ખાણા ગાલોલ, નગર પાલિકા વિસ્તારમાં ધડાકાનો અવાજ સંભળાતા લોકોમાં કુતૂહલ
જેતપુર પંથકના કેટલાક ગામોમાં ગુરુવારે સવારના સમયે અચાનક ભેદી ધડાકાનો અવાજ સંભળાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ધડાકાને કારણે લોકોના ઘરની દીવાલો ધ્રુજી ઉઠી હતી.
રાજ્યના અનેક જિલ્લાઓમાં ભેદી ધડાકા સંભળાવાની ઘટના બનતી હોય છે. તેવામાં આવી જ એક ઘટના જેતપુર પંથકમાં બની હતી. ગુરુવારે સવારના ૧૦ વાગ્યા આસપાસ જેતપુરના ખારચીયા, ખાણા ગાલોલ, જેતલસર, ખીરસરા સહિતના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત જેતપુર નગપાલિકા વિસ્તારમાં ભેદી ધડાકાનો અવાજ સંભળાયો હતો. અચાનક ભેદી ધડાકા સાથે ધરા ધ્રુજી ઉઠતાં લોકોમાં કુલતૂહલ ફેલાયું હતું. ભેદી ધડાકાની ઘટના બનવા પાછળ ભૂકંપ કે પછી અન્ય કોઈ કારણ છે તે જાણવા જેતપુર ટીડીઓ જે.પી.વણપરિયા દ્વારા તલાટી કમ મંત્રી પાસે રિપોર્ટ મંગાવ્યો હતો.