રાજકોટ અને સુરતમાં 37 સ્થળે આઇટીના દરોડા
સુરતમાં પાર્થ ગ્રુપ ,અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સઅને રાજકોટમાં તીર્થ ગોલ્ડ અને ઓગ સોફ્ટવેરને ત્યાં તપાસ
ઇન્કમટેક્સના 100થી પણ વધુ અધિકારીઓ દરોડામાં જોડાયા
સુરતઅને રાજકોટમાં આવકવેરા વિભાગે મોટા પાયે દરોડા પાડયા હતા. ઇન્કમટેક્સ વિભાગે સુરતના ત્રણ ગ્રુપના 35થી પણ વધુ સ્થળોએ દરોડા પાડ્યા છે. પાર્થ ગ્રુપ ,અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને ત્યાં ઇન્કમટેક્સના મોટાપાયે દરોડા પાડ્યાહતા. સુરતના દરોડાસાથે રાજકોટકનેકસન ખૂલતાં રાજકોટમાં તીર્થ ગોલ્ડ અને ઓગ સોફ્ટવેરને ત્યાં પણ બે જગ્યાએ સર્વે કરવામાં આવી રહ્યો છે. ઇન્કમટેક્સના 100થી પણ વધુ અધિકારીઓ દરોડા ઓપરેશનમાં જોડાયા છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે. ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ગ્રુપ ઉપર દરોડાની કાર્યવાહીથી અન્ય ડાયમંડ ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાયો હતો.
સુરતમાં પાર્થ ગ્રુપ,અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને ત્યાં દરોડા પાડવામાં આવ્યાહતા. તહેવારો શરૂ થતાની સાથે જ ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગો પર ઇન્કમટેક્સ વિભાગે કાર્યવાહી શરૂ કરી દીધી છે. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કાર્યવાહી શરૂ થતાની સાથે જ ડાયમંડ સિટી સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ સાથે સંકળાયેલી મોટી પેઢીઓમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. ડાયમંડ અને જ્વેલર્સ ઉદ્યોગ બાદ રિયલ એસ્ટેટના બિલ્ડરો પણ સાણસમા આવે તેવી ચર્ચા શરૂ થઈ છે.
સુરતના પાર્થ ગ્રુપ ,અક્ષર ગ્રુપ અને કાંતિલાલ જ્વેલર્સને ત્યાં દરોડાબાદ તપાસમાં રાજકોટનું કનેક્શન બહાર આવ્યું હતું જેમાં રાજકોટની તીર્થ ગોલ્ડ નામની પેઢી અને ડાયમંડ ગ્રુપ સાથે જોડાયેલ સોફ્ટવેર બનાવટી ઓગ કંપનીમાં પણ રાજકોટ આવકવેરા વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે. સુરતની હીરા પેઢી સાથે રાજકોટનું કનેક્શન ખૂલ્યા બાદ આજે સવારે પોલીસ બંદોબસ્ત સાથે તીર્થ ગોલ્ડ અને ઓગ સોફ્ટવેરના માલિકના ઘર અને ઓફિસે પણ સર્ચ અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે. રાજકોટના અનુપ જોશી અને તેના ભાગીદારને ત્યાં આઇટીની ટીમે તપાસ શરૂ કરી છે. રાજકોટ અને સુરતમાં આઇટીની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.