જમીનની લ્હાણી’ નિયમ વિરુદ્ધ નથી થઈ રહીને ? પક્ષનેઅરીસો’ બતાવતાં નેહલ શુક્લ
મોટામવાથી અવધ સુધીનો રસ્તો ૪૫ મીટરનો કરવાના બદલામાં સ્ટેન્ડિંગ કમિટીએ ૪૩ માલેતુજારો'ને નુકસાની ન જાય તે માટેરસ્તો’ કાઢી આપ્યો હતો: પક્ષની સંકલન બેઠકમાં ભાજપ કોર્પોરેટર શુક્લએ મુદ્દો ઉપસ્થિત કર્યા બાદ જનરલ બોર્ડમાં પણ છેલ્લે છેલ્લે બોલાવી સટાસટી
મહાપાલિકા દ્વારા ક્યારેક ક્યારેક એવા ભેદી' નિર્ણયો લઈ લેવામાં આવે છે જેને સામાન્ય લોકો તો ક્યારેય સમજી શકતાં જ નથી પરંતુ જાણકારો જરૂર પકડી પાડે છે. આવું જ કંઈક એક રોડ પહોળો કરવાના બદલામાં ૪૩ જેટલામાલેતુજારો’ને નુકસાની ખમીને જમીનની લ્હાણી કરવા ઉપરાંત જે પ્રમાણે નિયમછૂટ' આપવામાં આવી તેને કારણે બન્યું છે.
આકરામત’થી ખુદ ભાજપના જ કોર્પોરેટર આડકતરી રીતે નિરાશ થયા હોય તેવી રીતે તેમણે જનરલ બોર્ડની અંદર જ પક્ષને અરીસો' બતાવતાં જમીનની લ્હાણી નિયમ વિરુદ્ધ તો નથી થઈ રહી ને ? તેવો પ્રશ્ન પૂછીને સૌને વિચારતાં કરી દીધા હતા ! થોડા સમય પહેલાં જ સ્ટેન્ડિંગ કમિટીએ મોટામવાથી અવધ સુધીના અંદાજે દોઢેક કિલોમીટરના રસ્તાને ૩૦માંથી ૪૫ મીટર (૧૫૦ ફૂટ)નો કરવાની દરખાસ્તને મંજૂરી આપી હતી.
જો કે આમ થાય તો અનેકમાલેતુજારો’ મતલબ કે પ્રતિષ્ઠિત લોકોની જમીન કપાતમાં જઈ રહી હોય દરખાસ્ત ઘણા સમયથી વિચારણાના નામે પેન્ડીંગ રખાઈ હતી. અંતે તેને મંજૂરી તો આપવામાં આવી પરંતુ તેના બદલામાં મહાપાલિકાની તીજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પણ ગયું હતું. આ જ કારણથી ભાજપના કોર્પોરેટર નેહલ શુક્લએ મુદ્દાને જનરલ બોર્ડ પહેલાં મળેલી પાર્ટી સંકલનની બેઠકમાં પણ ઉઠાવ્યો હતો અને ત્યારબાદ જનરલ બોર્ડમાં પણ અધિકારીઓને પૂછયું હતું કે જે રીતે વૈકલ્પીક જમીન આપવામાં આવી રહી છે તે સરકાર દ્વારા બનાવાયેલા નિયમની વિરુદ્ધમાં જઈને નથી અપાઈ રહીને ? જો કે આ પ્રશ્ન સાંભળતાં જ હાજર કોર્પોરેટરો સ્તબ્ધ થઈ જ ગયા હતા સાથે સાથે અધિકારીઓ માટે પણ ફિક્સ'માં મુકાવા જેવું થયું હતું. અંતે અધિકારી દ્વારાઅન્ય મહાપાલિકામાં આ પ્રમાણે થયું છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે’ તેવો જવાબ આપીને વાત વાળી લેવાનો પ્રયાસ કર્યો હતો.
ખાસ વાત એ રહી કે જનરલ બોર્ડ પૂરું થવાની અંતિમ મિનિટોમાં નેહલ શુક્લએ આ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો મતલબ કે છેલ્લે છેલ્લે સટાસટી બોલાવતા તેમને બોલતા અટકાવાનો પણ કોઈને સમય મળ્યો ન્હોતો.
મંજૂર…મંજૂર…તો ઠીક છે, ઠરાવ શું થયો છે તે કહો
પ્રશ્નોત્તરી પૂર્ણ થયા બાદ જનરલ બોર્ડના એજન્ડામાં સામેલ દરખાસ્તો મંજૂરી અર્થે હાથ પર લેતા સૌએ એકઅવાજે મંજૂર…મંજૂર કહી દીધું હતું. આ પછી નેહલ શુક્લએ ઉભા થઈને સ્પષ્ટ કહ્યું હતું કે મંજૂર…મંજૂર તો ઠીક છે, ચેરમેન સહિત બધાએ દરખાસ્તો મંજૂર કરી દીધી છે પરંતુ એક દરખાસ્ત એજન્ડામાં એવી છે જે વાંચ્યા બાદ સમજાઈ રહી નથી એટલા માટે તેની સમજણ આપો. આ દરખાસ્ત એજન્ડામાં ૧૯મા ક્રમની હતી જેમાં મોટામવાથી અવધ સુધીનો રસ્તો પહોળો કરવાના કામે કપાતમાં જતી જમીનના બદલામાં વૈકલ્પીક જમીન આપવાની હતી જેના વિશે નેહલ શુક્લએ અધિકારીઓને શું ઠરાવ થયો છે તેની વિસ્તૃત જાણકારી જણાવવા ભારપૂર્વક કહ્યું હતું.
વૈકલ્પીક જમીન આપવા થયેલા ઠરાવની ૪ શરત
- વૈકલ્પીક જમીન ૯૯ વર્ષની લીઝ પર આપવામાં આવશે જેનું લીઝ ભાડુ રૂા.૧ (એક) પ્રતિ ચો.મી લેખે દર વર્ષે જાન્યુઆરી માસની ૭ તારીખ સુધીમાં એડવાન્સમાં જમા કરાવવાનું રહેશે પરંતુ અન્ય મહાપાલિકાઓમાં જો તબદીલનો દસ્તાવેજ કરી આપવામાં આવતો હશે તો રાજકોટ મહાપાલિકા દ્વારા પણ તે મુજબ દસ્તાવેજ કરવામાં આવશે.
- વૈકલ્પીક ફાળવેલ જમીન પૈકીની જમીન ટ્રાન્સફર કરતી વખતે રાજકોટ મહાપાલિકાની અગાઉથી મંજૂરી લેવામાંથી મુક્તિ અને અરજદારને વૈકલ્પીક જમીન ફાળવવામાં આવેલ હોવાથી ટ્રાન્સફર ફીમાંથી પણ મુક્તિ આપવામાં આવે છે. મુક્તિનો લાભ આ રાવમાં દર્શાવેલા અસરગ્રસ્તો પૂરતો જ મર્યાદિત રહેશે.
- લીઝ ડીડનો તમામ ખર્ચ જમીન મેળવનાર આસામીએ ભોગવવાનો રહેશે.
- લીઝ ભાડા ઉપરાંત ધોરણ મુજબના તમામ સરકારી-અર્ધ સરકારી તેમજ રાજકોટ મહાપાલિકાના તમામ કરવેરા, લીઝ ભરવાના રહેશે તેમજ ભવિષ્યમાં નવા વેરા, સેસુ લાગુ પડે તે તમામ ભરપાઈ કરવાના રહેશે.
દરખાસ્ત આખરે ૫૯ વિરુદ્ધ ૨ની બહુમતિએ મંજૂર
એજન્ડામાં રહેલી આ દરખાસ્તને મતદાન પર મુકવામાં આવતા તે ૫૯ વિરુદ્ધ ૨ની બહુમતિએ મંજૂર કરવામાં આવી હતી. મહાપાલિકામાં ભાજપના કુલ ૬૮ કોર્પોરેટર છે જેમાંથી જનરલ બોર્ડમાં ૮ રજા પર તો ૧ ગેરહાજર હોય હાજર રહેલા ૫૯ નગરસેવકોએ તરફેણમાં મતદાન કર્યું હતું જ્યારે કોંગ્રેસના બે નગરસેવકોએ તેનો વિરોધ કર્યો હતો.
