રાજકોટના કિન્નર સમાજમાં આંતરિક વિખવાદ : પોલીસ સ્ટેશનની સામે ફિનાઈલ પી કર્યો આત્મહત્યાનો પ્રયાસ, જુઓ…
કિન્નરોની ગુરુ શિષ્ય વચ્ચે ચાલતી આંતરિક લડાઈ પોલીસ મથક સુધી પહોંચી હતી. બન્ને પક્ષો વચ્ચે થયેલા આક્ષેપો વચ્ચે કિન્નરો દ્વારા એ ડીવિઝન પોલીસ મથકે નગ્ન થઈ વિરોધ નોંધાવ્યો હતો. નિકિતાદેને પરાપીપળીયા ખાતે રહેતા ગુરૂ કિન્નર મીરાદે અને તેના પ્રેમી મકસુદ સાથે ચાલતી આંતરિક લડાઈમાં શિષ્ય દ્વારા પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી.જેને પગલે ગુરુ મીરાદે સહિતના કિન્નરો મોટી સંખ્યામાં એ-ડિવીઝન પોલીસ દોડી જઈ પોલીસ મથકને બાનમાં લઈ ચક્કાજામ કરતા. ત્રણ પોલીસ મથકના પીઆઇ તેમજ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને કિન્નરોને સમજવામાં પરસેવો વળી ગયો હતો.
મળતી માહિતી મુજબ, શહેરના ગંજીવાડા શેરી નં.૧૮માં આવેલી ગુલઝારે મુસ્તુફા મસ્જીદ પાસે રહેતા નિકીતાદે મીરાદે (મહમદ હુસૈન સીરાજભાઈ ચૌહાણ) નામના ૨૪ વર્ષીય કિન્નરે મકસુદ નામનો રિક્ષા ચાલક અને પરાપીપળીયા ખાતે રહેતા મીરાદે ઉર્ફે ફટાકડી નામના કિન્નર અને ત્રણ અજાણ્યા શખ્સો હેરાન કરી મારમારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ કમિશનર કચેરીએ રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆત માં નિકિતા દે સાથે મીરાદે ઉર્ફે ફટાકડીનો ગુરૂ-શિષ્યના સંબંધ હોય અને મીરાદે ને રીક્ષા ચાલક મકસુદ સાથે પ્રેમ સંબંધ હોય. જેથી ગુરૂ મીરાદે ઉર્ફે ફટાકડી શિષ્ય નિકિતાદે ને હેરાન પરેશાન કરી માર મારતા હોય અને જાનથી મારી નાખવાની ધમકી આપતા હોવાની પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી હતી.
જે અંગેની જાણ ગુરૂ મીરાદે ઉર્ફે ફટાકડીને થતા રામનાથપરા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કિન્નરો એ-ડિવીઝન પોલીસ મથક દોડી ગયા હતા. તેમજ કિન્નરો પોલીસને રજૂઆત કરી હતી કે, અગાઉ તેઓએ નિકીતાદે સામે અરજી કરી હતી તેમાં કેમ કોઈ પગલાં લેવામાં આવ્યો. રજૂઆત વચ્ચે એક કિન્નરે ફિનાઈલ પીવાનો પ્રયાસ કરતા પોલીસે બોટલ ખેચી લીધી હતી.. જે બાદ કિન્નરો દ્વારા પોલીસ મથક બહાર ચકાજામ કરી નગ્ન અવસ્થામાં રોડ ઉપર સુઈ જઈને ઉગ્ર વિરોધ કર્યો હતો. અંતે પોલીસે પોલીસે ઘીના ઠામમાં ઘી પાડવા પ્રયાસ હાથ ધર્યો છે.