રાજકોટમાં રેલવેના જવાનો મુસાફરોની સલામતિ માટે કરે છે રાત ઉજાગરા’
ટે્રનના પાટાને ટાર્ગેટ' કરતા ભાંગફોડિયા તત્ત્વો ચેતી જાય કારણ કે
છેલ્લા એકાદ મહિનાથી ગુજરાત સહિત આખા દેશમાં રેલવે ટે્રક સાથે ચેડાં કરી ટે્રન ઉથલાવી દેવાના ઈરાદા ઉજાગર થતાં રાજકોટ રેલવે એલર્ટ મોડ' પર
૧૨૦૦ કિ.મી.ના ટે્રકને સુરક્ષિત રાખવા GRP, RPF અને IBનું રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ
વેસ્ટર્ન રેલવે એસપી બલરામ મીણા ઉપરાંત ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્વર સિંઘનું સતત મોનિટરિંગ
ટે્રન ઉપડે તે પહેલાં સ્ટેશન પર દરેક મુસાફરનું ઝીણામાં ઝીણું ચેકિંગ ઉપરાંત ટે્રન જ્યાંથી સ્પીડ પકડવાની હોય તે તમામ
લોકેશન’ને કરી લેવાય છે ક્લિયર'
છેલ્લા એકાદ મહિનાથી ગુજરાતના સુરત, વડોદરા, વાપી સહિતના શહેરોમાંથી પસાર થતી ટે્રનને ઉથલાવી નાખવા માટે ભાંગફોડિયા તત્ત્વો દ્વારા ટે્રનના પાટાને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. માત્ર ગુજરાત જ નહીં બલ્કે ઉત્તરપ્રદેશના કાનપુર, રાજસ્થાનના અજમેર, મહારાષ્ટ્રના સોલાપુરના રેલવે ટે્રક સાથે પણ ચેડાં કરવામાં આવી રહ્યા હોવાથી ટે્રનમાં મુસાફરી કરતા મુસાફરોના શ્વાસ અધ્ધર ચડી જવા પામ્યા છે. સદ્ભાગ્યે હજુ સુધી આવા તત્ત્વો તેમના બદઈરાદામાં સફળ થઈ શક્યા નથી અને આગળ પણ તેમને કોઈ જ પ્રકારની સફળતા ન મળે તે માટે સુરક્ષા એજન્સીઓ કામ કરી રહી છે. બીજી બાજુ રાજકોટ ડિવિઝનની વાત કરવામાં આવે તો અહીં જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી છે.
એકંદરે રાજકોટમાં રેલવેના જવાનો મુસાફરોને ઉની આંચ ન આવે તે માટે
રાત ઉજાગરા’ પણ કરી રહ્યા હોવાનું ધ્યાન પર આવી રહ્યું છે.
સૌરાષ્ટ્રના રેલવે ટે્રકનો વિસ્તાર અંદાજે ૧૨૦૦ કિલોમીટર જેટલો થવા જાય છે તેમાં રાજકોટ ઉપરાંત ભાવનગર સહિતના અલગ-અલગ ડિવિઝન સામેલ છે. આ ટે્રકને કોઈ પ્રકારની ક્ષતિ પહોંચાડી મુસાફરોને હાની ન પહોંચે તે માટે ગુજરાત રેલવે પોલીસ ઉપરાંત આરપીએફ અને આઈબી દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ પ્રકારનું પેટ્રોલિંગ આમ તો રોજિંદું ચાલતું જ હોય છે પરંતુ છેલ્લા થોડા સમયથી ટે્રન ઉથલાવી દેવાના કાવતરા એક બાદ એક ઉજાગર થતાં તેમાં વધારો કરી દેવામાં આવ્યો છે.
ખાસ કરીને વેસ્ટર્ન રેલવેના એસપી બલરામ મીણા ઉપરાંત ડિવિઝનલ સિક્યુરિટી કમિશનર કમલેશ્વર સિંઘનું સતત મોનિટરિંગ ચાલી રહ્યું છે અને તેમના આદેશના આધારે જ સ્ટાફ દ્વારા અલગ-અલગ સ્થળે દિવસ-રાત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
જીઆરપી-આરપીએફ દ્વારા રેલવે સ્ટેશનની અંદર આવનારા દરેક મુસાફર ઉપર બાજનજર રાખવામાં આવી રહી છે સાથે સાથે કોઈ પણ પ્રકારની શંકાસ્પદ હલચલ જોવા મળે એટલે તુરંત જ તે વ્યક્તિની પૂછપરછ સહિતની કાર્યવાહી કરાઈ રહી છે. આ ઉપરાંત સ્ટેશન ઉપરથી ટે્રન ઉપડ્યા બાદ તે તાત્કાલિક સ્પીડ પકડી લ્યે તે શક્ય નથી એટલા માટે ટે્રન જ્યાંથી સ્પીડ પકડવાની છે તે તમામ લોકેશન ઉપર અગાઉથી જ ચેકિંગ કરી લઈને ટે્રકને ક્લિયર કરી દેવામાં આવે છે.
ઉદાહરણ તરીકે રાજકોટ સ્ટેશન પરથી ટે્રન ઉપડે એટલે ખંઢેરી આસપાસ પહોંચે ત્યારબાદ તે સ્પીડ પકડતી હોવાથી ત્યાંના ટે્રકને અગાઉથી જ સુરક્ષિત કરી દેવામાં આવી રહ્યો છે.
આ ઉપરાંત ચેકિંગ માટે એલસીબી, રેલવે પોલીસ તેમજ આઉટ પોસ્ટની મદદ લેવામાં આવી રહી છે જેમાં વાંકાનેર, ભક્તિનગર, મોરબી, જૂનાગઢ સહિતનો સમાવેશ થાય છે.