રાજકોટમાં અડધો ડઝન કારના કાચ તોડી રિવોલ્વર સહિતની વસ્તુની ચોરી
તહેવારો પૂર્વે નાયડુ ગેંગનું વધુ એક કારસ્તાન:સીસીટીવી ફૂટેજના આધારે તપાસ
રાજકોટમાં તહેવારો પૂર્વે નાયડુ ગેંગ સક્રિય થઈ છે. પંચનાથ પ્લોટમાં કાર માંથી લેપટોપની ચોરીની ઘટના બાદ શહેરમાં એક જ રાતમાં એક સાથે અડધો ડઝન કારને નિશાન બનાવી રીવોલ્વર તેમજ મ્યુઝીક સીસ્ટમ સહિતની વસ્તુઓ ચોરીનો બનાવ બન્યો છે. આ બનાવમાં સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાંચની ટીમે સીસીટીવી કુટેજના તસ્કરોને પકડવા તપાસ શરૂ કરી છે.
પંચશીલ સોસાયટીમાં 3/5ના ખુણે રહેતા વિવેકભાઇ માંડાણીએ વહેલી સવારે પોતાના ઘર પાસે પાર્ક કરેલ કારમાં જોયું તો કારના કાચ તુટેલ હતા અને તેમાં રહેલ મ્યુઝીક સિસ્ટમની ચોરી થયાનું સામે આવ્યું હતું.
રણછોડનગર 16/5ના ખુણે રહેતા હિંમાશુભાઇ અરુણભાઇ બોસમીયાની ઘર પાસે પાર્ક કરેલ ઇનોવા નં.જીજે01 એચજી-1742નો કાચ તોડી મ્યુઝીક સીસ્ટમ ઉપરાંત રાવતભાઇ પરબત કુંગશીયાની સ્ક્રોપીયો કારનો કાચ તોડી કપડાની થેલીની ચોરી કરી ગયા હતા તેમજ કુવાડવા રોડ પરની એક ખાનગી હોટલમાં રોકાયેલ દ્વારકામાં તીનબતી ચોક પાસે રહેતા અભિષેક હસમુખભાઇ ગોસાઇની હુન્ડાઇ એએમજ કાર નં. જીજે12-બીએસ-7100 માં રહેલ એટીએમ, ક્રેડીટ કાર્ડ અને ભરેલ પર્સની ચોરી કરી ગયા હતા જ્યારે રણછોડનગર શેરી નં.1માં રહેતા બ્રીજેશભાઇ મનસુખભાઇ ગજેરાની ઘર પાસે પાર્ક કરેલ કારના કાચ તોડી તેમાં પરવાના વાળી રીવોલ્વરની ચોરી કરી ગેંગ નાસી ગઈ હતી. જ્યારે પંચશીલ સોસાયટીમાં 3/5ના ખુણે રહેતા વિવેકભાઇ માંડાણીની ઘર પાસે પાર્ક કરેલ કારના કાચ તોડી મ્યુઝીક સિસ્ટમની ચોરી થયાનું સામે આવ્યું છે. પોલીસે સીસીટીવ ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.