૧ વર્ષમાં ૧૬૫ લાંચિયા કર્મચારીઓએ ૧.૧૫ કરોડની ‘ઓફિશિયલ’ લાંચ લીધી
રાજકોટ સહિત ગુજરાત એસીબીએ વર્ષ ૨૦૨૩મા રાજકોટના ૨૫ સહિત રાજયના ૧૬૫ લાંચિયા સરકારી કર્મચારીઓને રૂ.૧.૧૫ કરોડની લાંચ લેતા પકડી પડયા હતા. લાંચ રૂશ્વત શાખા દ્વારા જાહેર કરેલ આકડા મુજબ ગૃહ વિભાગ લાંચ લેવાના કિસ્સાઓમાં અગ્રેસર રહ્યુ છે. આ વર્ષે એસીબી દ્વારા ૨૦૦ ફરિયાદ દાખલ કરી ૨૭૬ ભ્રષ્ટાચારી સરકારી બાબુઓની ધરપકડ કરાઇ છે.
લાંચ કેસમા ગુજરાત લાંચ રૂશ્વત વિભાગના અલગ અલગ ૩૭ પોલીસ સ્ટેશનમા કુલ ૨૦૦ ગુના નોંધાયા હતા. જેમા રાજકોટ શહેરમા ૮ અને પાચ જિલ્લામા ૧૮ મળી કુલ ૨૫ ઉપરાત અમદાવાદ શહેરના કુલ ૨૪ કેસ, વલસાડ શહેરના ૧૬, અમદાવાદ ગ્રામ્ય ૧૨ ગુના નોંધાયા છે. સૌથી વધુ ૬૬ ફરિયાદ ગૃહ વિભાગના કર્મચારીઓ દાખલ કરાઇ છે.વર્ષ દરમિયાન એસીબીએ તપાસમા કુલ રૂ. ૧.૧૫ કરોડની લાંચ લેવાઈ હોવાનુ બહાર આવ્યુ છે.
વર્ષ ૨૦૨૩મા સૌથી વધારે લાંચિયા કર્મચારીઓ અને અધિકારીઓમાં ગૃહ વિભાગના અલ્લવ નંબરે છે. જ્યારે પંચાયત વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ બીજા ક્રમે ઝડપાયા હોવાના આકડા સામે આવ્યા છે.
પ્રથમ ક્રમે ગૃહ વિભાગના ૬૬ કેસમા ૯૪ આરોપી પાસેથી ૩૮ લાખ રૂપિયાની લાંચ કબજે કરી હતી. બીજા ક્રમે પંચાયત,ગ્રામ ગૃહ નિર્માણ અને ગામ વિકાસ ના ૩૫ કેસમા ૪૬ આરોપી પાસેથી ૧૪.૯૮ લાખ રૂપિયાની લાંચ કબજે કર્યા હતા. મહેસુલ વિભાગમા ૨૫ કેસમા ૩૨ આરોપી પાસેથી ૧૫.૭૦ લાખ રૂપિયાની લાંચ કબજે કર્યા હતા. સરકારના
અનુસંધાન પાના નં.૮