કોઈ પણ “બોર્ડની પરીક્ષા બોલે” તો 55 ટકા વિદ્યાર્થીઓના હૃદયના ધબકારા વધી જાય છે..!!!
પ્રશ્નપત્ર જોયા પછી બીજું બધું ભુલાઈ જાય છે..!!: પરીક્ષા પૂર્વે છાત્રોની શારીરિક અને માનસિક કસોટી:મનોવિજ્ઞાન ભવન દ્વારા કાઉન્સેલિંગ
આ સમયે બોર્ડની પરીક્ષાઓનો સમયગાળો ચાલી રહ્યો છે. બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે જેના કારણે વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ વિવિધ સમસ્યાઓ અનુભવે છે જેમાં મોટાભાગના લોકો ગભરામણ, અનિદ્રા અને ભૂખ ન લાગવાની ફરિયાદ કરે છે. આવા દર્દીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. મોટાભાગની ફરિયાદો એવા બાળકો તરફથી છે જેમની બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે.
ડૉ. ધારા દોશીએ જણાવ્યું હતું કે, આજકાલ આવા બાળકોની સંખ્યામાં વધારો થયો છે. આ બાળકો શારીરિક અને ભાવનાત્મક બંને રીતે પ્રભાવિત થઈ રહ્યા છે. આ બાળકો ફરિયાદ કરે છે કે તેઓ પરીક્ષાને લઈને ગભરાટ અનુભવી રહ્યા છે. હું વાંચું છું, પણ મને યાદ નથી. પ્રશ્નપત્ર જોયા પછી, આપણે બીજું બધું ભૂલી જઈએ છીએ. જેમણે ૯૦% ગુણ મેળવ્યા છે તેઓ ઓછા ગુણ મળવાની ચિંતામાં છે. તે જ સમયે, ભૂખ ન લાગવી, અનિદ્રા અને ગભરામણની ફરિયાદો પણ છે. એટલું જ નહીં, ઉલટી, પરસેવો અને ગળું સુકાવાનો ભય રહે છે.

ફક્ત વિદ્યાર્થીઓમાં જ નહીં, પરંતુ તેમના બાળકો સાથે સલાહ માટે આવતા માતાપિતા તરફથી પણ આવી જ ફરિયાદો મળી રહી છે. તેઓ પોતાના બાળકોના પરિણામની ચિંતા કરે છે. રાત્રે ઊંઘ ન આવવાની અને બ્લડ પ્રેશર વધવાની ફરિયાદો પણ છે.જો તમારા કામ પર આ વિચારોની અસર પડે તો સારા મનોચિકિત્સકનો સંપર્ક કરો. ઓછા-વધતા અંશે ઘણા વ્યક્તિને આ પ્રકારની ફરિયાદ હોય છે. પરંતુ જો આ સમસ્યા દરરોજ થાય અને તમને કામ કરવામાં મુશ્કેલી પડવા લાગે, તો ડૉક્ટરની સલાહ લેવાની જરૂર છે. આમાં, કાઉન્સેલિંગની સાથે દવાઓની પણ જરૂર પડે છે. અભ્યાસમાં નિયમિતતા હોવી જોઈએ. સમય સમય પર પરીક્ષાના પેપર ઉકેલવા જોઈએ.
માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ વિદ્યાર્થીના ઉર્જા સ્તર, એકાગ્રતા, વિશ્વસનીયતા, માનસિક ક્ષમતા અને આશાવાદને અસર કરી શકે છે, જેનાથી પ્રદર્શનમાં અવરોધ આવે છે. પ્રોફેસર યોગેશ જોગસણ જણાવે છે કે ડિપ્રેશન નીચા ગ્રેડ પોઈન્ટ એવરેજ સાથે સંકળાયેલું છે, અને સહ-અસ્તિત્વમાં રહેલા ડિપ્રેશન અને ચિંતા આ જોડાણને વધુ ખરાબ કરી શકે છે. ડિપ્રેશનને કારણે શાળા છોડી દેવા મજબુર થવાનું પણ ઘણીવાર જોવા મળે છે.
ઘણા બોર્ડના વિદ્યાર્થીઓ જણાવે છે કે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ તેમના અભ્યાસમાં દખલ કરે છે. મનોવિજ્ઞાન ભવનના સર્વેક્ષણમાં બોર્ડના વિદ્યાર્થીઓએ (360) છેલ્લા 1 થી 2 મહિનામાં નીચેના માનસિક સ્વાસ્થ્ય મુદ્દાઓને તેમના શૈક્ષણિક પ્રદર્શનને નકારાત્મક રીતે અસર કરતા તરીકે ઓળખ્યા
તણાવ ને કારણે અભ્યાસમાં તકલીફ પડે છે એવું ૩૦% વિદ્યાર્થીઓએ જણાવ્યું.
ચિંતા ને કારણે અભ્યાસ બગડે છે એવું 22% એ જણાવ્યું.
ઊંઘની તકલીફ ને કારણે અભ્યાસ બગડે છે એવું ૨૦% એ સ્વીકાર્યું..
હતાશા ને કારણે અભ્યાસ માં ધ્યાન ભટકે છે એવું ૧૪% એ જણાવ્યું..
હતાશા અને ચિંતા સંબંધો પર હાનિકારક અસર કરે છે તેવું 63% વિદ્યાર્થીઓએ જણાવ્યું.
રૂમમેટ્સ, સહાધ્યાયીઓ, શિક્ષકો અને સ્ટાફ ગણ સાથે સંદેશાવહન કરવામાં 72% વિદ્યાર્થીઓ સમસ્યા અનુભવે છે.
ઘર અને પરિવારના સભ્યો બોર્ડ પરીક્ષા બોલે ત્યારે હ્ર્દયનાં ધબકારા વધી જાય છે એવું 55% વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું.
જ્યારે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ધરાવતા વિદ્યાર્થીઓ અભ્યાસક્રમોમાં ખરાબ પ્રદર્શન કરે છે ત્યારે ભારણ અનુભવાય છે એવું 81% વિદ્યાર્થીઓએ સ્વીકાર્યું છે.