Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
About
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
Contact us
Voice Of Day
Voice Of Day
ટૉપ ન્યૂઝ
ટ્રેન્ડિંગ
રાજકોટ
બ્રેકિંગ ન્યૂઝ
ગુજરાત
નેશનલ
ક્રાઇમ
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
સર્ચ
App Ad VOD
Voice Of Day
Voice Of Day
ઈ-પેપર
શહેર બદલો
લોગ આઉટ કરો
ડાર્ક મોડ
ઇન્ટરનેશનલ
ક્રાઇમ
ગેજેટ
ટેક ન્યૂઝ
ટ્રેન્ડિંગ
સ્પોર્ટ્સ
About us
હોમ
ઈ-પેપર
વીડિયો
  • Breaking
  • Entertainment
  • GLOBAL NEWS
  • Visited place
  • ઇન્ટરનેશનલ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • ગેજેટ
  • ટેક ન્યૂઝ
  • ટૉપ ન્યૂઝ
  • ટ્રેન્ડિંગ
  • ધાર્મિક
  • નેશનલ
  • ફિટનેસ
  • બિઝનેસ
  • બ્રેકિંગ ન્યૂઝ
  • રાજકોટ
  • લાઇફસ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
  • હેલ્થ
  • હોમ
રાજકોટ

ગુરુવારે હોલિકા દહન: હોળીની ઝાળ બતાવશે વર્ષનો વરતારો

Tue, March 11 2025

ઈશાન ખુણામાં પવન હોય તો વરસાદ ૧૬ આની,અગ્નિ ખુણામાં પવન તો દુષ્કાળનો ભય રહે:૨૯ માર્ચ થી કુંભ,મીન તથા મેષ રાશીના જાતકો મોટી પનોતી તથા સિંહ તેમજ ધન રાશીના લોકો ને શનિની નાની પનોતી શરૂ

ફાગણ શુદ ચૌદસને ગુરુવારે ને  તા.૧૩-૩-૨૫ ના દિવસે હોળી છે. ગુરુવારે સવારના ૧૦.૩૭ કલાકે થી પૂનમ તીથી શરૂ થઈ જાય છે જે તા ૧૪ માર્ચ ને શુક્રવારે બપોરે ૧૨ .૨૫ સુધી પૂનમ તિથિ છે આમ,ગુરુવારે સાંજના ભાગે પૂનમ તીથી હોતા અને ગ્રંથોના નિયમ પ્રમાણે  પ્રદોષકાળ માં પૂનમ હોય તે દિવસ લેવો આથી ગુરૂવાર નો  દિવસ હોળીનો ગણાય. અને શુક્રવારે ધૂળેટી ગણાશે. હોળાષ્ટક શુક્રવારે બપોરે ૧૨.૨૫ કલાકે પુરા થશે. આપણી વર્ષોની પરંપરા છે હોળીની દિશાના આધારે એક માન્યતા પ્રમાણે હોળી પ્રગટયા બાદ જે દિશામાં પવન વાતો હોય તે દિશા પ્રમાણે તે વર્ષના વરસાદની આગાહી કરવામાં આવે છે.

ઈશાન ખુણામાં પવન હોય તો સારો વરસાદ થાય ૧૬ આની,અગ્નિ ખુણામાં પવન હોય તો દુષ્કાળનો ભય રહે.વાયવ્ય ખુણામાં પવન વાપનો સારો વરસાદ થાય,નૈઋત્ય ખુણામાં પવન વાય તો સાધારણ વરસાદ થાય,પશ્ચિમ દિશામાં પવન જાય તો 8 આની ચોમાસુ,દક્ષિણ દિશામાં પવન જાય તો પાક નાસ પામે,પૂર્વે દિશામાં પવન વાય તો કયાંક વરસાદ પડે ક્યાંક ન પણ પડે. ઉત્તર દિશામાં જાય તો વરસાદ સારો કહી શકાય. ધાન્ય સારું પાકે,ઉપરની કોર પવન ચડે તો યુઘ્ધ થાય પ્રજા દુઃખી હોળીની ઝાર ચારેકોર ફરે તો વાવાઝોડું વંટોળ આવે શાસ્ત્રી રાજદીપ જોશી વેદાંત રત્ન જણાવે છે કે,વર્ષમાં ચાર મહારાત્રી ગણાય છે. જેમાંની એક મહારાત્રી એટલે હોળીનો દિવસ.ચંડીપાઠ પ્રમાણે કાલરાત્રી મહારાત્રી મોહરાત્રી,દારૂણરાત્રી કાલ રાત્રી એટલે કાળી ચૌદશ મહારાત્રી એટલે મહાશિવરાત્રી મોહરાત્રી એટલે જન્માષ્ટમી દારણરાત્રી એટલે હોળી ની રાત.આમ વર્ષમાં ચાર મહારાત્રીમાંથી એક મહારાત્રીનો દિવસ એટલે હોળીનો દિવસ ગણાય છે.

હોલિકા માતાનું પુજન

સૌપ્રથમ હાથમાં જળ લઈ અને સંકલ્પ કરવો.આજના દિવસે મારા શરીરની બધી બાધાઓ દુર થાય રોગ શત્રુ દુર થાય અને સારા આરોગ્યની પ્રાપ્તી થાય ત્યાર બાદ હોળીમાં શ્રીફળ હોમવું ત્યારબાદ અબીલ,ગુલાલ,કંકુના છાટણા નાખવા ખજૂર અને ધાણી પણ પધરાવી શકાય હોળીમાં લવિંગ કપૂર પણ પધરાવી શકાય છે જેનાથી વાતાવરણ શુદ્ધ બને છે ત્યારબાદ ધર્મ સિંધુ ગ્રંથના નીયમ પ્રમાણે હોળીની ત્રણ પ્રદક્ષિણા ફરવી અને પ્રાર્થના કરવી. ૨૯ માર્ચ થી કુંભ ,મીન તથા મેષ રાશીના જાતકો મોટી પનોતી તથા સિંહ અને  ધન રાશીના લોકોને શનિની નાની પનોતી શરૂ થશે,આથી હોળીનાં દિવસે હનુમાન ચાલીસાના પાઠ કરવા હનુમાનજીનું પૂજન કરવું. જેથી પનોતીમાં રાહત રહેશે. તથા મેષ. ધન .સિંહ રાશીના લોકોને રાહુ અશુભ ચાલે છે. ગોચરમાં રાહુ અશુભ ચાલતો હોવાથી હોળીનાં દિવસે મહાદેવજીને કાળા તલ ચડાવા  તે ઉપરાંત મહાદેવજી ઉપાસનાં હોળીનાં દિવસે ખાસ કરવી જેથી રાહત રહેશે.

હોળી પ્રગટાવાના શુભ સમયની યાદી

ગખાસ કરીને હોલિકા દહન સમયે ભદ્રા હોવી જોઈએ નહીં આ વર્ષે ગુરૂવારે રાત્રિના સમયે ભદ્રા છે. પરંતુ, પંચાંગ પ્રમાણે ગુરૂવારે આવતી ભદ્રા પુણ્યવતી માનવામાં આવે છે આથી ગુરુવારે દિવસ આથમ્યા પછી રાત્રીના સમયે હોલિકા દહન કરવું શુભ ગણાશે
પ્રદોષકાળ નો શુભ સમય સાંજે ૬:૫૫ થી ૯.૧૮ સુધી ચોઘડિયાં પ્રમાણે શુભ સમય અમૃત ચોઘડિયુ ૬:૫૫ થી ૮.૨૫ કલાક સુધી છે
જ્યારે ચલ ચોઘડિયું રાત્રે ૮.૨૫ થી ૯.૫૫ સુધી છે. આમ સાંજે ૬-૫૫થી રાત્રે ૯-૫૫ સુધી હોળી પ્રાગટ્ય માટેનો શુભ સમય છે.
વ્રત રહેવાની પૂનમ પણ ગુરુવારે  છે.

Share Article

Other Articles

Previous

રાજકોટ : રંગોની છોળો સાથે ધૂળેટીએ 5 ટનથી વધુ “શ્રીખંડ-મઠ્ઠો” ખવાઈ જશે, કેસર,મેંગો અને ફ્રૂટ્સ શ્રીખંડની વધુ માંગ

Next

હાશ..!ધો.10 અને ધો.12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂરી

Search
Follow Us
Twitter
Facebook
Instagram
Youtube
Most Read
ફાકી ખાતા હોવ તો બંધ કરી દેજો નહીં તો ખિસ્સા થઇ જશે ખાલી
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો સલમાન ખાન !! જાણો કેમ ?
11 મહિના પહેલા
Entertainment
રાજકોટ : આવાસ યોજનામાં ખાલી પડેલાં 181 ફ્લેટનો કરાશે ડ્રો, આ તારીખથી ફોર્મ વિતરણ થશે શરૂ
11 મહિના પહેલા
ગુજરાત
રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન બાદ મહિલાનું મોત : ડોક્ટર સામે બેદરકારીના અક્ષેપો
2 વર્ષ પહેલા
ક્રાઇમ
જૂન મહિનામાં ગુજરાતમાં મેઘરાજા બઘડાટી બોલાવશે : ગાજવીજ સાથે પડશે વરસાદ, આગામી 6 દિવસની હવામાન વિભાગે કરી આગાહી
9 મહિના પહેલા
ગુજરાત
સસ્તા અનાજની દુકાને સેલ…સેલ…સેલ…! મે અને જૂન માસમાં એક સાથે ચાર મહિનાનું અનાજ અપાશે
10 મહિના પહેલા
ગુજરાત
રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સૌરાષ્ટ્ર-કચ્છના 8 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
8 મહિના પહેલા
ગુજરાત
Most Share
ટૉપ ન્યૂઝ
આફ્રીકાથી 9 ચિત્તા ભારત આવ્યા: કુનો નેશનલ પાર્કમાં કરાયા ક્વોરેન્ટાઇન, ભારતમાં ચિત્તાની કુલ સંખ્યા 48 થઈ
1 દિવસ પહેલા
સોમવારે પ્રદોષકાળ વ્યાપીની પૂનમે હોલીકાદહન: ધુળેટી પૂર્વે ધોકો: જાણો હોલીકાદહનના શુભ સમયની યાદી અને હોલિકા માતાના પુજન વિશે
2 દિવસ પહેલા
આફ્રિકા સેમિફાઈનલમાં, ZIM બહાર: વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની ‘ડુ ઓર ડાય’ જંગ, હવે કાલે IND VS WI જીતનારી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે
2 દિવસ પહેલા
હવે મેરેજ સર્ટિફિકેટ માટે ‘લોકેશન’ફરજિયાત: હવે યુગલે રાજકોટની હદમાં જ લગ્ન કર્યા છે તેવું દર્શાવવા ગૂગલ મેપ આપવો પડશે
2 દિવસ પહેલા
Categories

નેશનલ

2941 Posts

Related Posts

R Ashwin IPL Retirement: સ્ટાર બોલર અશ્વિને ઇન્ટરનેશનલ ક્રિકેટ બાદ IPLને કહ્યું અલવિદા,આ મોટા રેકોર્ડ્સ છે ખેલાડીના નામે
ટૉપ ન્યૂઝ
6 મહિના પહેલા
અવકાશમાં ભારતની અભૂતપૂર્વ સિદ્ધિ, છેલ્લા 10 વર્ષોમાં આપણે 460 સેટેલાઈટ લોન્ચ કર્યા, મન કી બાતમાં વડાપ્રધાન મોદી
Breaking
1 વર્ષ પહેલા
વડોદરા બોટ દુર્ઘટના : મુખ્ય આરોપી ઝડપાયો…જુઓ કોણ છે
ટૉપ ન્યૂઝ
2 વર્ષ પહેલા
પાકિસ્તાનમાં વધુ એક આતંકીનું શંકાસ્પદ મોત
Breaking
2 વર્ષ પહેલા
Voice Of Day

Follow Us

About Managment

Copyright © 2023 Voice of Day.
© All Rights Reserved Voice of Day
Made With Love ❤️ By Infotop Solutions Pvt Ltd
  • વાંચો
  • જુઓ
  • paper ઈ-પેપર