હીટવેવની અસર સ્કુલના સમય ઉપર પડી
સરકારે ગાઈડલાઈન જાહેર કરી, શાળા સવારે 6થી 11 સુધી જ ચાલશે
કાળઝાળ ગરમીના કારણે સ્કૂલો સવારે 6થી 11 સુધી ચલાવવા અને ખુલ્લામાં વર્ગો ન યોજવા માટે આદેશ કરવામાં આવ્યો છે. કમિશનર ઓફ સ્કૂલની કચેરીએ ગરમી અને હિટવેવ સંદર્ભે સ્કૂલો માટે ગાઈડલાઈન જાહેર કરી છે અને હિટવેવ એક્શન પ્લાનની સૂચનાઓ મુજબ સ્કૂલોમાં અમલ કરવવા તમામ ડીઈઓને આદેશ કરવામાં આવ્યો છે.
ગાઈડલાઈન મુજબ ગરમીની સિઝનમાં સ્કૂલોના સમયનું નિયંત્રણ સવારે 6થી 11 સુધી કરવાનું રહેશે. તેમજ ઉનાળા દરમિયાન કોઈ પણ પ્રકારના ઓપન એયર વર્ગો ન યોજવા માટે કહેવામાં આવ્યું છે. સાથે જ તમામ સ્કૂલોમાં શિક્ષકોની મદદથી વિદ્યાર્થીઓને હિટવેવ અને તેનાથી થતી અસરો તથા તેનાથી બચાવાના ઉપયો વિશે સમજણ આપવામાં આવે છે.
આગામી સમયમાં આકારણી ગરમી પડશે ત્યારે હિટવેવથી બચાવ અને રાહતના આગોતરા પગલા લેવા માટે પણ કહેવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, સરકાર દ્વારા હિટવેવ એક્શન પ્લાન 2024 તૈયાર કરવામાં આવ્યો છે. જે અનુસાર કાર્યવાહી કરવાનું કહેવામાં આવ્યું છે. આ માટે તમામ ડીઈઓએ તેમના તાબા હેઠળની સ્કૂલોને આ સંદર્ભે સચેત કરીને તકેદારીના પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે.