નાની વયે હાર્ટ અટેકનો સિલસિલો યથાવત: 24 કલાકમાં 3 યુવાનોના મોત
ખેતરમાં કામ કરતાં ખેડૂત અને રિક્ષા ચાલક તેમજ જામનગરના યુવાનને જિંદગી ગુમાવી
નાની વયે હાર્ટ અટેકથી મોતનો સિલસિલો યથાવત રહ્યો છે અને માત્ર છેલ્લા 24 કલાકમાં 3 લોકોએ હાર્ટ અટેકના કારણે જિંદગી ગુમાવી છે. ખંભાળિયામાં ઠાકર શેરડીના 42 વર્ષીય ખેડૂત પ્રેમજીભાઈ કણજારીયાનું ખેતરમાં કામ કરતી વખતે અચાનક હાર્ટ અટેક આવતા મોત થયું છે.બીજી તરફ જામનગરના સેના નગરમાં રહેતા રવિપરબત લુણા નામના 24 વર્ષીય યુવકને છાતીમાં દુઃખાવો થતા યુવકનું મોત નિપજ્યું. ત્રીજા બનાવમાં અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના લુણકી ગામથી બાબરા શહેરના સરદાર વલ્લભભાઈપટેલ સર્કલ તરફ જતાં ઓઘડભાઈ મૂંધવા પોતાની છકડો રિક્ષા લઈને જઈ રહ્યા હતા. આસમયે તેમની રિક્ષામાં ત્રણ પેસેન્જર પણ સવાર હતા. રિક્ષા ચલાવતી સમયેઓઘડભાઈને હાર્ટ એટેકનો હુમલો આવતા જ તેઓ ચાલુરિક્ષાએ રસ્તા પર પટકાયા હતા. તો બીજી તરફ રિક્ષા દોડતી રહી હતી અનેરસ્તાની સાઈડમાં ખાડામાં ઉતરી ગઈ હતી. તાત્કાલીક 108 દ્વારા ઓઘડભાઈને બાબરાહોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા મૃત જાહેર કરવામાંઆવ્યા હતા અને હાર્ટ એટેકના કારણો મોત થયાનું જાહેર કરવામાં આવ્યું હતું. બુધવારે રાજકોટ,ઉના અને મોઢેરામાં ત્રણ યુવાનોને હાર્ટ એટેક આવતા મોત થયા હતા. છેલ્લા 48 કલાકમાં હાર્ટ એટેકથી પાંચ વ્યક્તિઓએ જિંદગી ગુમાવી હતી.
