રાજકોટના શ્રી હરિ સમોસામાં 38 લાખની જીએસટી ચોરી ઝડપાઇ
બાલાજી મેટલ્સમાંથી 15.21 લાખની કરચોરી ઝડપાઇ : મોદી એસ્ટેટમાં મોટાપ્રમાણમાં કરચોરી ખુલતા હાજર થવા ફરમાન
રાજકોટ : રાજકોટ જીએસટીમાં નવનિયુક્ત જેસીએ આવતા વેંત જ સપાટો બોલાવી મોદી એસ્ટેટ, શ્રી હરિ સમોસા અને બાલાજી મેટલ્સમાં દરોડા પાડી તપાસ શરૂ કરતા જ ત્રણેય સ્થળોએથી મોટાપ્રમાણમાં કરચોરી ઝડપાઇ છે, જો કે, મોદી એસ્ટેટ બ્રોકરને ત્યાં હિસાબનો તાળામેળ કરવો અઘરો હોય સમન્સ આપી હાજર થવા ફરમાન કરાયું છે જયારે શ્રી હરિ સમોસામાં 38 લાખની તેમજ બાલાજી મેટલ્સમાંથી 15.21 લાખની કરચોરી ઝડપાઇ હોવાનું જાણવા મળે છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ જીએસટી વિભાગમાં નવા જેસીની નિયુક્તિ સાથે જ સપાટો બોલાવી દઈ કોટેચા ચોકમાં આવેલ પ્રખ્યાત શ્રી હરિ સમોસા, જામનગર રોડ ઉપર આવેલ મોદી એસ્ટેટ તેમજ બાલાજી મેટલ્સને ત્યાં જીએસટી ચોરી મામલે દરોડા પાડવામાં આવતા જીએસટી વિભાગને મોટી સફળતા મળી છે જેમાં શ્રી હરિ સમોસામાં 38 લાખની તેમજ બાલાજી મેટલ્સમાંથી 15.21 લાખની કરચોરી ઝડપાઇ છે જયારે મોદી એસ્ટેટ બ્રોકરને ત્યાંમોટાપ્રમાણમાં વ્યવહારો થયા હોય માલિકોને હાજર થવા સમન્સ કરવાં આવ્યું હોવાનું જાણવા મળે છે.