સોનું 1000 તૂટ્યું: 79,000ની સપાટીએ પહોંચ્યું
આ વર્ષે 15000 જેટલું મોંઘુ રહ્યુ, ચાંદી પણ એક કિલો એ 1500 રૂ.ઘટી:સ્થાનિક બજારમાં ખરીદીનો ચમકારો
સોના ચાંદીમાં છેલ્લા ઘણા દિવસથી સતત વધી રહેલા ભાવમાં મંગળવારે 100 ગ્રામએ 10000 નો ઘટાડો અને ચાંદીમાં એક કિલોએ રૂ 1500 રૂપિયા તૂટ્યા હતા. મંગળવારે 24 કેરેટ ગોલ્ડ 79,552 એ પહોંચી ગયું છે,જ્યારે ચાંદી પ્રતિ કિલો 89,000 એ પહોંચી હતી.
આ વર્ષે સોનાના ભાવ નિર્ધારિત અપેક્ષા કરતાં આગળ વધી રહ્યા હતા. તહેવારો સમય સોનાનો ભાવ ૮૦ હજારની સપાટીને પાર કરી ગયો હતો અને આ જ સમયે ચાંદી પણ સર્વોચ્ચ ટોચે આવી 1 લાખ નજીક પહોંચી ગઈ હતી.
આ સપ્તાહની શરૂઆતમાં જ બંને કિંમતી ધાતુ આંશિક રીતે સરકી રહી છે જેના લીધે સ્થાનિક માંગ ધીમે ધીમે ઘટેલા ભાવે નીકળી છે.
વર્ષ 2024 હવે પૂરું થવાની તૈયારીમાં છે ત્યારે આખા વર્ષ દરમિયાન સોનાના ભાવમાં 15 હજાર રૂપિયા સુધીનો વધારો થતા રોકાણકારોને સારું વળતર મળ્યું છે પણ જરૂરિયાત મુજબની ખરીદી કરનારો વર્ગ હજુ પણ થોભો અને રાહ જોવાની નીતિ અપનાવી રહ્યું છે.