ગોંડલ નાગરિક બેંકની ચૂંટણીમાં ગણેશોત્સવ : ભાજપનો ભગવો લહેરાયો
જેલમાં રહેલા જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ ગોંડલ)ની ઝળહળતી જીત, યતિશ દેસાઈની પેનલનો સફાયો
58000 થી વધુ સભાસદો ધરાવતી ગોંડલ નાગરિક બેંકના પ્રતિષ્ઠાભર્યા ચૂંટણી જંગમાં ભાજપ પ્રેરિત પેનલના તમામ 11 ઉમેદવારોનો ઝળહળતો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના યતિષ દેસાઈની પેનલનો સફાયો થવાની સાથે જ આ ચૂંટણી જંગમાં અપક્ષ ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થઇ હતી. ભાજપની પેનલનોવિજય થાત વિજેતાપક્ષે ઢોલ-નગારાં સાથે વિજયને વધાવ્યો હતો. બીજી તરફ હાલ જૂનાગઢની જેલમાં રહેલ જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ ગોંડલ)નો પણ આ ચૂંટણીમાં વિજય થતાં ગુજરાતના સહકારી ક્ષેત્રમાં જેલમાં રહી ચૂંટણી જીતવાની પ્રથમ ઘટના બની છે.
લોકસભા અને વિધાનસભા ચૂંટણીને ટક્કર મારે તેવી ગોંડલ નાગરિક સહકારી બેન્કની ચૂંટણીમાં હાઈવોલ્ટેજ ડ્રામાને પગલે રાજકીય વિશ્લેશકોની મીટ મંડાઇ હતી. મતગણતરીની શરૂઆતથી જ ભાજપ પ્રેરિત પેનલના તમામ ઉમેદવારો લીડ સાથે આગળ ચાલી રહ્યા હતા અને વહેલી સવારે પરિણામ જાહેર થતાં ભાજપ પ્રેરિત પેનલનો ઝળહળતો વિજય થયો હતો. ગોંડલ નાગરિક બેન્કની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાતા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું રાજકીય વર્ચસ્વ વધુ મજબૂત બનવાની સાથે સૌથી વધુ મત મેળવી ચેરમેન અશોક પીપળિયા સવાયા સાબિત થયા હતા.બીજી તરફ કોંગ્રેસ પ્રેરિત યતિશ દેસાઈની સહકાર પેનલનો સફાયો થતા કોંગ્રેસી આગેવાનોએ ચૂંટણી અધિકારી ઉપર દોષારોપણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, મતગણતરી માટે કડવા પટેલ સમાજ માં 30 બુથ ઉભા કરાયા હતા.ચુંટણી અધીકારી જે.બી.કાલરીયાનાં માર્ગદર્શન હેઠળ નાગરિક બેંકનાં 55 કર્મચારીઓ, 90 શિક્ષકો તથા 30 માર્કેટ યાર્ડનાં કર્મચારીઓ ને કામે લગાડયા હતા. ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે એક ડીવાયએસપી,બે પીઆઇ, અગીયાર પીએસઆઇ, 180 પો.કોન્સ્ટેબલ, એલસીબી, એસઓજી તથા હોમગાર્ડ સહિતનો બંદોબસ્ત ગોઠવાયો હતો.
ભાજપ પ્રેરિત વિજેતા ઉમેદવારો
ક્રમ – ઉમેદવાર – મળેલા મત
1. અશોક પીપળિયા – 6327
2. હરેશ વડોદરિયા – 6000
3. જ્યોતિરાદિત્યસિંહ (ગણેશ ગોંડલ) – 5999
4. ઓમદેવસિંહ જાડેજા – 5947
5. કિશોર કાલરિયા – 5795
6. પ્રહલાદ પારેખ – 5767
7. પ્રમોદ પટેલ – 5690
8. પ્રફુલ ટોળિયા – 5481
9. ભાવના કાસોદરા – 6120
10. નીતા મહેતા – 5893
11. દીપક સોલંકી – 5738
કોંગ્રેસના પરાજિત ઉમેદવારો
કોંગ્રેસ પ્રેરિત પેનલને મળેલ મતદાન
ક્રમ – ઉમેદવાર – મળેલા મત
1. યતિષ દેસાઈ -3527
2. કલ્પેશ રૈયાણી – 3095
3. લલિત પટોળિયા – 3063
4. જયદીપ કાવઠિયા – 3031
5. સંદીપ હીરપરા – 2892
6. રમેશ મોણપરા – 2875
7. વિજય ભટ્ટ – 2807
8. કિશોરસિંહ જાડેજા – 2800
9. ક્રિષ્ના તન્ના – 3335
10. જયશ્રી ભટ્ટી – 3011
11. જયસુખ પારઘી – 2868