આજથી તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી વધશે
હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનુભવાઈ રહી છે બેવડી ઋતુ
રાજ્યમાં હવામાન વિભાગે આગામી બે દિવસ મહતમ અને લઘુતમ તાપમાનનો પારો ઉચકાશે. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લોકો બેવડી ઋતુ અનુભવી રહ્યા છે.
હવામાન વિભાગે વાતાવરણ અંગે કરેલી આગાહી પ્રમાણે લોકોએ ગરમીથી શેકાવવા તૈયાર રહેવું પડશે. આજથી કેટલાક શહેરોમાં તાપમાનનો પારો બે થી ત્રણ ડિગ્રી ઉચકાશે. જ્યારે રાજ્યમાં પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. મહત્વનું છે કે, કેટલાક દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેના કારણે લોકો બેવડી ઋતુ અનુભવી રહ્યા છે. શુક્રવારે રાજકોટ, અમરેલી, કેશોદમાં તાપમાનનો પારો 34 ડિગ્રીએ પહોંચ્યો હતો. કમોસમી વરસાદ બાદ વહેલી સવારે અને મોડી રાતે ઠંડી જ્યારે બપોરના સમયે અસહ્ય ગરમીનો અહેસાસ થાય છે.