જીએસટીની શરૂઆતથી લઈ વર્ષ 2021 સુધીના કેસમાં વ્યાજ અને પેનલ્ટી મુક્તિનો લાભ મેળવી શકશે
ગુજરાત સરકારે વેપારી કરદાતાઓને રાહત આપવા પરિપત્ર બહાર પાડ્યો: 31 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે
જીએસટીની શરૂઆતથી લઈ વર્ષ 2020-2021ના વેપારી કરદાતાઓ માટે જી.એસ.ટી. તંત્ર એ રાહત આપી છે, જેમાં જીએસટી ના વ્યાજ અને દંડમાં છૂટછાટ મળશે તે અંગે સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવાનો આવી છે.
ગુજરાત સરકારે જીએસટીના કાયદામાં સુધારો કરવા વટહુકમ બહાર પાડ્યો છે,જેમાં જીએસટી એમનેસ્ટી સ્કીમ અને કલમ 16(5) અને 16(6) હેઠળ વેરાશાખનો લાભ વગેરેની છૂટછાટ મેળવવાની રીત અને પ્રક્રિયાનું વર્ણન કરતી સૂચનાઓ પણ આપવામાં આવી છે.
સુધારેલી જોગવાઈ અનુસાર જીએસટી કાયદાની કલમ 73 હેઠળ નાણાકીય વર્ષ 2017-18,2018-2019,2019-2020 દરમિયાન સંબંધિત કેસ,વ્યાજ અને દંડ માફી નો લાભ મેળવવા કરદાતાઓને પાત્ર ગણવામાં આવ્યા છે. આ કરદાતાઓ 31મી માર્ચ 2025 સુધી ઓનલાઇન અરજી કરીને રાહત મેળવી શકશે.