ઈનોવા હાઇક્રોસની તાત્કાલિક ડીલેવરીના નામે ઓટો બ્રોકર સાથે રૂ.૨૦.૯૨ લાખની છેતરપીંડી
જેની શોર્ટેજ છે તે છ કાર અપાવવાની લાલચ આપી મધ્ય પ્રદેશથી ગ્વાલીયરના શખ્સે રૂપિયા પડાવ્યા
રાજકોટ સાઈબર ક્રાઈમની ટીમે રૂ.૧૮.૬૫ લાખ પરત અપાવ્યા
રાજકોટના ઓટો બ્રોકર સાથે નવી ઈનોવા હાઇક્રોસ કાર જેની શોર્ટેજ હોય તે કર તાત્કાલિક અપાવી દેવાની લાલચે રૂ. ૨૦.૯૨ લાખની છેતરપીંડી થતા આ મામલે રાજકોટ સાઈબર ક્રાઈમ પોલીસની ટીમે તપાસ કરી ઓટો બ્રોકરના રૂ.૧૮.૬૫ લાખ પરત અપાવ્યા હતા અને આ ચીટરને ઝડપી લેવા તપાસ શરુ કરી છે.
રાજકોટના અભીષેકભાઇ લક્ષમણભાઇ પાનસુરીયાએ સાયબર ક્રાઈમના રાષ્ટ્રીય પોર્ટલ ઉપર ફરીયાદ કરી હતી. જેમાં જણાવ્યા મુજબ અભિષેકભાઈ કાર લે-વેચનો વ્યવ્સાય કરતા હોય જેઓને ૬ ઈનોવા હાઇક્રોસ કાર ગ્રાહકોને આપવાની હોય તેમણે સોશિયલ મીડિયા ઉપર આ અંગે જાહેરાત મૂકી હતી. જેથી મધ્ય પ્રદેશથી ગ્વાલીયર ખાતેથી સુભમ શર્મા નામના વ્યક્તિએ કોલ કર્યો હતો અને પોતની ઓળખ કાર ડીલર તરીકે આપી તેમની પાસે હાલે માંગના કારણે અછતમા રહેલ ઇનોવા હાઇક્રોસ કાર પણ મળી રહેશે. તેવી વાત કરી અભિષેક પાનસુરીયાને શ્રી તુલજા ભવાની, અનંત ટોયોટા,શ્રી ઓટો મોબાઇલ, બ્યુટેન પોલીમર્સ તથા સુભમ શર્મા નામેથી આપેલ એકાઉન્ટોમાં છ કાર ખરીદવા બેંક એકાઉન્ટમા કુલ રૂ.૨૦,૯૨,૭૧૦ ટ્રાન્સફર કરાવ્યા હતા બાદ કોઇ કાર ડીલીવરી કરાવી આપતા અભિષેક પાનસુરીયાએ કરેલી ફરીયાદ બાદ રાજકોટ સાયબર ક્રાઈમ પોલીસે કાર્યવાહી કરી અભિષેકભાઈના રૂ.૧૮,૬૫,૨૧૦ પરત અપાવ્યા હતા.
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવની,ડી.સી.પી. ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલની સુચનાથી સાયબર ક્રાઇમના એસીપી વિશાલ એમ. રબારીના માર્ગદર્શન હેઠળ પી.આઈ કે.જે.મકવાણા સહિતની ટીમે કાર્યવાહી કરી આરોપી સુભમ શર્માની શોધખોળ કરી વધુ તપાસ શરુ કરી છે.