મુંજકાના ૩૦,૦૦૦ લોકો માટે ડે્નેજ ગટરની ફરિયાદ બનશે ભૂતકાળ’
૩૩ કરોડના ખર્ચે વિશાળ પાઈપલાઈન નેટવર્કનું કામ સવા વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક: પ્રશાંતિ ફ્લેટ, નવો રિંગરોડ વિસ્તાર, પ્રધાનમંત્રી આવાસ યોજના, સેરેનીટી ગાર્ડન, પેરેડાઈઝ પેલેસ સહિતના લોકોને મળશે ફાયદો
લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિકાસકાર્યો પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યા છે. દરરોજ કોઈને કોઈ વિસ્તારમાં વિકાસકાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે અંદાજે ત્રણેક વર્ષ પહેલાં રાજકોટમાં ભળેલા મુંજકાને ડે્રનેજ ગટરની સુવિધાથી સજ્જ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આ કામ પૂર્ણ થયા બાદ તેનો લાભ ૩૦,૦૦૦ લોકોને મળશે મતલબ કે મુંજકામાં હવે ડે્રનેજ ગટરની ફરિયાદ
ભૂતકાળ’ બની જશે. આ માટે મહાપાલિકા દ્વારા ૩૩ કરોડના ખર્ચે ડે્રનેજ પાઈપલાઈનનું વિશાળ નેટવર્કનું કામ શરૂ કરવામાં આવ્યું છે જેને સવા વર્ષમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક સેવાઈ રહ્યો છે. ડે્રનેજ પાઈપલાઈનની સુવિધાનો લાભ પ્રશાંતિ ફ્લેટ, નવો રિંગરોડ વિસ્તાર, પ્રધાનમંત્રી આવાસ યોજના, સેરેનીટી ગાર્ડન, પેરેડાઈઝ પેલેસ સહિતના એપાર્ટમેન્ટમાં રહેતાં લોકોને મળશે.
વૉર્ડ નં.૯માં આવેલા મુંજકામાં ૧૪.૭૭ કરોડના ખર્ચે ડે્રનેજ પાઈપ લાઈન નેટવર્ક (પાર્ટ-૧) અંતર્ગત કલેક્ટિવ સીસ્ટમ, ૮.૭૩ કરોડના ખર્ચે ડે્રનેજ પાઈપ લાઈન નેટવર્ક (પાર્ટ-૨) અંતર્ગત કલેક્ટિવ સીસ્ટમ અને ૯.૭૨ કરોડના ખર્ચે પાર્ટ-૩માં કલેક્ટિવ સીસ્ટમ તૈયાર કરવાના કામનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રી અને રાજકોટના પ્રભારી રાઘવજી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.