દેશમાં સૌ પ્રથમ ગુજરાતે ટાઈપ-1 ડાયાબિટીસમાં નિ:શુલ્ક ઇન્સયુલીન આપવાની પહેલ કરી
રાજ્ય સરકારે ડાયાબિટીસ બાળકોની સારવાર માટે બજેટમાં ફાળવ્યા રૂ.13.88 કરોડ: વિસનગરના ડૉક્ટર બહેનોની, પરિવારની પાંચ વર્ષની મહેનત રંગ લાવી
રાજ્ય સરકારે ડાયાબિટીસથી પીડીત બાળકોને વિનામૂલ્યે નિદાન અને સારવાર માટે બજેટમાં રૂ.13.88 કરોડ ફાળવતા આ રોગથી પીડાતા બાળકોના પરિવારમાં નવી આશા જન્મી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પ્રયત્નોથી હવે ગુજરાત ટાઈપ-1 ડાયાબિટીસમાં સમગ્ર વિશ્વનું રોલ મોડેલ બનશે.
ટાઈપ-1 ડાયાબિટીસ એટલે કે, જન્મજાત ડાયાબિટીસ ધરાવતા બાળકોને રોજ ઇન્સ્યુલીન લેવા પડતાં હોવાથી મોટા ભાગના જરૂરિયાતમંદ પરિવારો સારવાર આપી શકતા નહોતા. નિયમિત સારવારના અભાવે મોટાભાગના બાળકોનું નાની ઉંમરે જ મૃત્યુ થતાં થતું હતું. બાળકોની આવી વિષમ પરિસ્થિતિ જોઈ દ્રવી ઉઠેલા વિસનગરના ડો. સ્મિતાબેન કેતનભાઈ જોષી, ડો. શુકલાબેન રાવલ, ડો. રાજા કેતનભાઈ જોશી અને ડો. મન પંચોલી છેલ્લા પાંચ વર્ષથી ભારત દેશ ઉપરાંત વિશ્વમાં ટાઈપ-1 ડાયાબિટીસ જનજાગૃતિ અભિયાન ચલાવી બાળકોની પરિસ્થિતિથી વાકેફ કર્યા હતા. આ બંને ડૉક્ટર બહેનો અને તેમના પુત્રોની મહેનત રંગ લાવી છે. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનો સહકાર મળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારે ટાઈપ-1 ડાયાબિટીસથી પીડીત બાળકોને વિનામૂલ્યે નિદાન અને સારવાર માટે બજેટમાં રૂ.13.88 કરોડ ફાળવ્યા છે.
ડાયાબિટીસ ધરાવતા બાળકોનું જનજાગૃતિ અભિયાન ક્યાંથી શરૂ કર્યું અને કઈ રીતે સફળતા મળી? તે અંગે વિસનગરના ડો. સ્મિતાબેન જોષીએ જણાવ્યું હતું કે, અમારી સ્મિત હાર્ટ હોસ્પિટલમાં વર્ષ 2018માં એક 4 વર્ષની બાળકી સારવાર લેવા માટે તેની આપવીતી અને પરિસ્થિતિ જોઈ રાજ્ય,રાષ્ટ્ર અને વિશ્વ કક્ષાએ લોકોને જાગૃત કરવા નિર્ધાર કર્યો હતો. પ્રથમ મહેસાણા અને ત્યારબાદ હું, ડો. શુકલાબેન રાવલ, ડો. રાજા અને ડો. મન કાશ્મીરથી કન્યાકુમારી સુધી આવેરનેશ કેમ્પ કર્યા હતા. ત્યારબાદ અમેરિકામાં 4 મહિના રહીને 20 રાજ્યના 1 લાખ મૂળ ભારતીય ડોક્ટરનો સંપર્ક કર્યો હતો. ડોકટરોને કન્વીન્સ કરતાં યુએસએના ગિવિંગ ડે 28 નવેમ્બરને વર્લ્ડ લેવલે ટાઈપ-1 ડાયાબિટીસ ડે જાહેર કરાયો.
પાંચ વર્ષની મહેનત બાદ આ અભિયાનનું અમલીકરણ કરતાં ગાંધીનગરના મેયર દિનેશ મકવાણાએ આ રોગથી પીડીત બાળકોને મહિને રૂ.1500 સહાય કરવાની જાહેરાત કરી છે. ધીમે ધીમે જાગૃતિ આવી છે. ગુજરાત સરકારે નિ:શુલ્ક ઇન્સયુલીનની જાહેરાત કરતાં રાજ્યમાંથી 7 હજાર બાળકોનું રજીસ્ટ્રેશન થયું છે. જે 20 સુધી પહોંચવાની શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારે દેશમાં સૌ પ્રથમ માં યોજના શરૂ કરી હતી. તેવી જ રીતે ગુજરાત સરકારે દેશમાં સૌ પ્રથમ ડાયાબિટીસ ધરાવતા બાળકોને નિ:શુલ્ક ઇન્સયુલીન આપવાની જાહેરાત કરી છે. ટાઈપ-1 ડાયાબિટીસની સારવારમાં ગુજરાત વિશ્વનું રોડ મોડેલ બન્યું છે. નીતિ આયોગે પ્રપોઝલ સ્વિકારી છે. ત્યારે ભારત સરકાર પણ ટૂંક સમયમાં ટાઈપ-1 ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે નિ:શુલ્ક સારવારની જાહેરાત કરે તેવી પૂરેપૂરી આશા છે.