અગ્નિકાંડ: ૨૪ના DNA મેચ થયા, ૧૯ને મૃતદેહ સોંપાયા
ચાર દિવસથી સિવિલ હોસ્પિટલે મૃતદેહ મેળવવા પરિજનોની કતાર
ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડની ગોઝારી દૂર્ઘટનાનો ભોગ બનેલા હતભાગીઓના ડીએનએ તેના પરિવારજનો સામે મેચ કરી મૃતદેહ સોંપવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. ચાર દિવસથી સિવિલ હોસ્પિટલે સ્વજનનો મૃતદેહ મેળવવા પરિજનો કતારબદ્ધ જોવા મળી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં ૨૪ના ડીએનએ મેચ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે પોલીસ દ્વારા કરાયેલી સત્તાવાર જાહેરાત પ્રમાણે મંગળવારે સાંજ સુધીમાં ૧૯ મૃતદેહની સોંપણી પરિવારજનોને કરી દેવામાં આવી છે.
આ દૂર્ઘટનાનો ભોગ જે હતભાગી બન્યા છે તેમાં સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા (રાજકોટ), સ્મિત મનિષભાઈ વાળા (રાજકોટ), સુનિલ હસમુખભાઈ સિદ્ધપુરા (રાજકોટ), જીજ્ઞેશ કાળુભાઈ ગઢવી (રાજકોટ), ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ (ભાવનગર), વિશ્વરાજસિંહ જશુભા જાડેજા (રાજકોટ), આશાબેન ચંદુભાઈ કાથડ (રાજકોટ), સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા (જામનગર), નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા (જામનગર), જયંત અનિલભાઈ ઘોરેચા (રાજકોટ), હિમાંશુ દયાળજીભાઈ પરમાર (રાજકોટ), ધર્મરાજસિંહ વીરેન્દ્રસિંહ જાડેજા (રાજકોટ), વીરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા (રાજકોટ), દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા (સુરેન્દ્રનગર), રાજભા પ્રદીપસિંહ ચૌહાણ (રાજકોટ), શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા (ગોંડલ), નીરવ રસિકભાઈ વેકરિયા (રાજકોટ), વિવેક અશોકભાઈ દુસારા (વેરાવળ) અને ખુશાલી અશોકભાઈ મોડાસિયા (વેરાવળ)નો સમાવેશ થાય છે. આ તમામના મૃતદેહ તેમના પરિજનોને સોંપી દેવામાં આવ્યા છે.