પુષ્કરધામ મેઇન રોડ પર અમુલ પાર્લરમાં વીજળી પડતા આગ ભભૂકી : 30 લાખનું નુકશાન
આગમાં 7 ફ્રિજ સહીતનો માલ સામાન બળીને ખાખ થયો : રવિવારના દુકાન બંધ હોવાથી મોટી જાનહાની તળી : એક કલાકની જહેમત બાદ ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો
રાજકોટમાં હવામાન વિભાગની આગાહીને પગલે ગઇકાલ બપોરે વીજળીનાં કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી વધી ગયેલા ભારે ઉકળાટ બાદ ગઇકાલે પ્રચંડ ગાજવીજ સાથે તોફાની વરસાદ વરસ્યો હતો.ત્યારે પુષ્કરધામ મેઇન રોડ પર આલાપ સોસાયટી પાસે આવેલી અનુજ અમૂલ પાર્લર નામની દુકાનમાં વીજળી પડ્યાની ઘટના સામે આવી હતી.અને વીજળી પડતા દુકાનમાં આગ ભભૂકી ઉઠી હતી.જયારે આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી.અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.આ આગની ઘટનામાં દુકાનમાં 30 લાખનું નુકશાન થયું હતું.રવિવાર હોવાથી દુકાન બંધ હતી.જેથી જાનહાની ટળી હતી.
રાજકોટમાં ગઈકાલે બપોરે 1 વાગ્યાથી વરસાદી વાતાવરણ જામ્યું હતું. અને 2 વાગ્યા બાદ અચાનક વીજળીનાં પ્રચંડ કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસવો શરૂ થયો હતો.ત્યારે પુષ્કરધામ મેઇન રોડ ઉપર આલાપ સોસાયટી પાસેઆવેલા અમૂલ પાર્લરમાં ગઈકાલે સાંજે 5 વાગ્યા આસપાસ અચાનક વીજળી પડી હતી અને તેને કારણે આગ ફાટી નિકળી હતી. આગને કારણે ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ જતા આસપાસના લોકોએ ફાયર બ્રિગેડમાં ફોન કર્યો હતો અને તેથી ફાયર ફાઈટર એ.કે.દવે,એ.એચ.ભાટિયા,મહીપતભાઈ અને જયસુખભાઇ સહીતના ઓફિસરો અને ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.બિલ્ડિંગ ત્રણ માળનું હોવાથી આગ ઉપર સુધી લાગી હતી.જેથી એક કલાક સુધી પાણીનો મારો ચાલવીને ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો.
જયારે આ મામલે દુકાન માલિક હિતેશભાઈ દવેના જણાવ્યા અનુસાર આગને કારણે અમૂલ પાર્લર દુકાનમાં રાખેલા 7 જેટલા ફ્રીજ આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. અહીં આઈસ્ક્રીમની અલગ અલગ વેરાયટી ઉપરાંત અન્ય ચીજ વસ્તુઓ પણ બળી ગઈ હતી અને આ ઘટનાને કારણે દુકાનમાં અંદાજે 30 લાખ જેટલું નુકસાન થયું હતું. જોકે, રવિવારનો દિવસ હોવાથી દુકાન બંધ હતી.જેથી કોઈ જાનહાની થઇ ન હતી. જો દુકાન ચાલુ હોત અને કર્મચારીઓ કામ કરતા હોત તો તેઓને જીવ ગુમાવવો પડ્યો હોત.