મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરનાર અપરાધીઓને થોરાળા પોલીસે ઝડપી લીધા : જુઓ વિડિયો
રાજકોટ તેમજ આસપાસના શાપર, મેટોડા, વાવડી, શ્રી હરી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાંથી મોબાઈલ ચોરતા અમન ઉર્ફે બાટલી અને શાહનવાજ ઉર્ફે નવાજને થોરાળા પોલીસે ઝડપી બન્ને પાસેથી ચોરાઉ 59 મોબાઈલ સહિત રૂ.4.80 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પકડાયેલ વાવડી ગામ, શીવધારા સોસાયટી સામે રહેતો શાહનવાજ ઉર્ફે નવાજ અનવર વરીયા (ઉ.વ.19),અને ખોડીયારનગર શેરી નં 06, લકી ડેરી સામે, એસ.ટી.વર્ક શોપ પાછળ, ગોંડલ રોડ ઉપર રહેતો અમન ઉર્ફે બાટલી જાવીદ કૈયડા (ઉ.વ.20) શાપર, મેટોડા, વાવડી, શ્રીહરી સહિતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રાત્રીના 9 થી 11:30 સુધીના સમયે ચીલઝડપ કરતાં હતા. બન્ને મંગળવાર,ગુરુવાર અને શનિવારે જ ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં એકલા જતાં મજૂરોને નિશાન બનાવી મોબાઈલ તફડાવી લેતા હતા. ઓળખ ન થાય તે માટે બન્ને શખ્સો બાઇકની નંબર પ્લેટ પર સેલો ટેપ લગાવી નીકળતાં અને ચાલીને વાત કરતાં જતાં પરપ્રાંતીય મજૂરોના હાથમાંથી મોબાઈલની તફડંચી કરી નાસી છૂટતાં હોવાની કબૂલાત આપી હતી. પકડાયેલ અમન ઉર્ફે બાટલી અને શાહનવાજ ઉર્ફે નવાજ બન્ને અગાઉ કિયા કારણ શોરૂમ તેમજ જીઆઇડીસીમાં નોકરી કરતાં હોય પરતું વધુ રૂપિયાની લાલચમાં ચીલઝડપના રવાડે ચડયા હતા.
બન્ને મેટોડા, શાપર, વાવડી અને શ્રીહરિ સહિતની ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં એક દિવસમાં એક જ જગ્યાએ જઈ મોબાઈલ ચોરી કરતાં. શાપરમાં જે દિવસે ચોરી કરી હોય તે બાદ તે વિસ્તારમાં બે દિવસ બાદ ચોરીને અંજામ આપવા જતાં હતાં. જેથી પોલીસ તે વિસ્તારમાં તેઓને શોધતા હોય તો તેઓ પકડાઈ નહીં તે માટે વચ્ચેના દિવસે બીજા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારને ટાર્ગેટ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતાં હતાં.
શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ, અધિક પોલીસ કમિશ્નર વિધી ચૌધરી ઇન્ચાર્જ ડીસીપી પુજા યાદવની સૂચનાથી થોરાળા પોલીસ મથકના પીઆઈ બી.એમ.ઝણકાટના માર્ગદર્શન હેઠળ ટીમે કામગીરી કરી હતી.