ફરવાના શોખીનો માટે રાજકોટ જ નહી સૌરાષ્ટ્રભરમાં જાણીતી છે ‘ફેસ્ટિવ હોલિડેઝ’ કંપની
અભિનવ પટેલ પત્ની ધારા પટેલ સાથે લોકોને કરાવી રહ્યા છે દેશ-વિદેશની સફર: સૌથી વધારે વિદેશ ટુરના થઈ રહ્યા છે બુકિંગ: ઓછા ભાવમાં પ્રીમિયમ પેકેજને કારણે ફેસ્ટિવ હોલિડેઝ બની ફરવાના શોખીનોની પ્રથમ પસંદ
ગુજરાતીઓ ફરવાના શોખીન હોય છે જે જગ જાહેર છે. બસ રજા મળી નથી કે ગુજરાતીઓ ફરવા નીકળી જતાં હોય છે. જો કે ફરવા માટે યોગ્ય પ્લાન કરવું પણ ખૂબ જ જરૂરી હોય છે ત્યારે દેશ અને વિદેશમાં ફરવા માટે લોકોને ટુર બુક કરી આપતી કંપની ‘ફેસ્ટિવ હોલિડેઝ’ રાજકોટ જ નહી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતી છે.
કોઈ પણ સ્થળે ફરવા જવું હોય તે સ્થળ વિષેની જાણકારી હોવી જરૂરી છે. ફરવા જવાના સ્થળે કેવી રીતે તે જગ્યાએ પહોંચવું? જે જગ્યાએ જવાનું છે ત્યાં કેવા પ્રકારની સુવિધા છે? ક્યાં સ્થળે ક્યા સમયે જવું? સહિતની જાણકારી હોવી જરૂરી છે. ક્યારે લોકોને જાણકારીના અભાવે મુશ્કેલી ભોગવવી પડતી હોય છે પરંતુ રાજકોટમાં આવેલી ફેસ્ટિવ હોલિડેઝ તમને તમારી ટુર વિષેની તમામ પ્રકારની જાણકારી આપે છે સાથે જ ટુર, હોટેલ, ફ્લાઇટ્સ બુકિંગ પણ કરી આપે છે.
રાજકોટમાં ફેસ્ટિવ હોલિડેઝ કંપનીની ઑફિસ 110/આર.કે. પ્રાઈમ, નાના મવા ચોકમાં આવેલી છે. ફરવાના શોખીનો માટે પરિવાર સાથે દેશ-વિદેશમાં ફરવા જવા માટે છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ જ લોકપ્રિય બની છે. કંપનીના મેનેજીંગ ડાયરેકટર અભિનવ પટેલ ‘વોઇસ ઓફ ડે’ની મુલાકાતે આવ્યા હતા. એમણે પોતાની કંપની, ગ્રાહકોને આપવામાં આવતી સુવિધા અને પોતાના લક્ષ્ય વિશે વાતચીત કરી હતી. અભિનવ પટેલે બી.એસ.સી કેમેસ્ટ્રી સુધીનો અભ્યાસ કર્યો છે. બાદમાં તેઓએ પાંચ વર્ષ સુધી રાજકોટ અને ગુજરાતની નામાંકિત ટ્રાવેલ કંપનીમાં જોબ કરી. આ દરમિયાન એમને પોતાની ટ્રાવેલ કંપની બનાવવાનો વિચાર આવ્યો.
અભિનવ પટેલે વર્ષ ૨૦૧૬માં રાજકોટમાં પોતાની ટ્રાવેલ કંપની ‘ફેસ્ટિવ હોલિડેઝ’ની શરૂઆત કરી. શરૂઆતના પ્રથમ વર્ષે એમને ૫૦૦ ગ્રાહકો મળ્યા. બાદમાં જે લોકો ટુર માટે પેકેજ બુક કરાવતા તેઓને ટુરમાં મળતી સુવિધાઓથી તેઓ ખૂબ જ સંતોષ વ્યક્ત કરતાં હતા. જેના કારણે ગ્રાહકો જ માઉથ પબ્લિસિટી કરવા લાગ્યા અને ફેસ્ટિવ હોલિડેઝના ગ્રાહકોની સંખ્યા વધતી ગઈ. આજે ગ્રાહકો પણ રિપીટ થઈ રહ્યા છે. એટલે કે, જે ગ્રાહક આ કંપની પાસે ટુર માટે એકવાર આવે છે તે બીજીવાર પણ આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૨૫૦૦૦થી વધુ લોકોને વિદેશ ટુર કરાવી ચૂક્યા છે.
અભિનવ પટેલ સાથે તેમના પત્ની ધારા પટેલ પણ કંપની સાથે જોડાયેલા છે. તેઓ કંપનીમાં ડિરેક્ટર છે અને સેલ્સનું કામ સાંભળે છે. ધારા પટેલ ઇન્ટરનેશલ ટુરમાં પણ જાય છે. આજે આ દંપતી વિદેશમાં સૌથી વધારે ટુરના પેકેજ બુક કરી રહ્યા છે. અભિનવભાઈએ કહ્યું હતું કે, તેમની કંપનીમાં લોકો સૌથી વધારે વિદેશ ટુર માટે આવે છે. જેમાં સિંગાપોર, મલેશિયા, દુબઈ, બાલી, થાઈલેન્ડ, વિયેતનામ વગેરે જેવા દેશ માટે ટુર બુક કરાવે છે. ઓછા ભાવમાં પ્રીમિયમ પેકેજ આપતા હોવાને કારણે આજે ફેસ્ટિવ હોલિડેઝ ફરવાના શોખીનોની પ્રથમ પસંદ બન્યું છે.
જ્યારે ડોમેસ્ટિક એટલે કે, દેશમાં ફરવા માટે લોકોને એમના બજેટ, સમય પ્રમાણે કસ્ટમાઈઝ પેકેજ બનાવી આપે છે. દેશમાં ફરવા માટે સૌથી વધારે લોકો કાશ્મીર, હિમાચલ, ગોવા, કેરેલા, ચારધામ, લેહ-લદાખ, ગુજરાતમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી, રણોત્સવ, વગેરે જેવા પસંદગીના સ્થળો છે. ફેસ્ટિવ હોલિડેઝ દ્વારા ફ્લાઇટ બુકિંગ, ઇન્ટરનેશનલ, ડોમેસ્ટિક ટુર બુકિંગ, ક્રૂઝ બુકિંગ, વિઝા અને પાસપોર્ટના કામ કરવામાં આવે છે. જો તમે પણ તમારા મિત્રો કે પરિવાર સાથે દેશ-વિદેશમાં ટુર કરવાનો પ્લાનિંગ કરી રહ્યા હોય તો તમે ફેસ્ટિવ હોલિડેઝના અભિનવ પટેલ (મો.નં.9737877779) અને ધારા પટેલ (મો.નં.9714677779)નો સંપર્ક અવશ્ય કરવો જોઈએ.
વિદેશ ટુરમાં ગુજરાતી ભોજન-છાશ માટે કરાય છે વ્યવસ્થા
અભિનવ પટેલે કહ્યું હતું કે, ગુજરાતીઓ ભોજન માટે ખાસ ધ્યાન રાખતા હોય છે. તેમ તેઓ જ્યારે વિદેશમાં જતાં હોય ત્યારે ગુજરાતી ભોજન મળે તો ખુશ થઈ જતાં હોય છે. આ માટે અમે વિદેશ ટુરમાં લોકોને ગુજરાતી ભોજન અને તેની સાથે છાશ મળી રહે તે માટે ખાસ ધ્યાન રાખીએ છીએ.
ટુર દરમિયાન કોઈને આર્થિક જરૂર હોય તો પણ મદદરૂપ થાય છે
વિદેશ ટુરમાં લોકો શોપિંગને પ્રાધન્ય આપતા હોય છે. વિદેશથી ખરીદી કરીને પોતાની ટુરને યાદગાર બનાવતા હોય છે. તો વળી ક્યારેક ટુરમાં કોઇની તબિયત લથડતી હોય તેવા સમયે જો કોઈને આર્થિક જરૂરિયાત ઉભી થાય તો તેની વ્યવસ્થા પણ કંપની દ્વારા કરવામાં આવે છે.
પેકેજમાં કોઈ છુપો ચાર્જ નહી, પારદર્શકતા લોકોને આકર્ષે છે
ફેસ્ટિવ હોલિડેઝની ખાસ વાત કે જે ગ્રાહકોને આકર્ષે તે છે પારદર્શકતા. જે લોકો કંપનીની ઓફિસે આવે છે તે લોકોને એમના ટુર અંગે પેકેજ બનાવી આપવામાં આવે છે. તે પેકેજ ટુર દરમિયાન રહે છે. એટલે કે, કોઈપણ પ્રકારનો છુપો ચાર્જ લેવામાં આવતો નથી. આ જ કારણ છે કે, ફેસ્ટિવ હોલિડેઝ માત્ર રાજકોટ જ નથી પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રમાં જાણીતું બન્યું છે.
આગામી મહિનાઓમાં અમદાવાદ, સુરતમાં પણ શરૂ કરાશે ઓફિસ
ફેસ્ટિવ હોલિડેઝના અભિનવ પટેલે એમના લક્ષ્ય અને આગામી આયોજન અંગે વોઇસ ઓફ ડે સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, ફેસ્ટિવ હોલિડેઝને રાજકોટમાં મળેલી સફળતા બાદ હવે મારુ લક્ષ્ય અમદાવાદ અને સુરતમાં ઑફિસ શરૂ કરવાનું છે. હું અને મારા પત્ની ધારા આગામી થોડા મહિનાઓમાં જ અમદાવાદ અને સુરતમાં અમારી ફેસ્ટિવ હોલિડેઝની ઑફિસ શરૂ કરવા જઈ રહ્યા છીએ.
ફેસ્ટિવ હોલિડેઝની આ ટુર છે ખૂબ જ લોકપ્રિય
ફેસ્ટિવ હોલિડેઝ વિદેશ ટુર માટે ખૂબ જ જાણીતી છે. ફેસ્ટિવ હોલિડેઝ દર મહિને સિંગાપોર-મલેશિયા ક્રૂઝ ટુર કે જે 10 દિવસ માટેની હોય છે તે, દુબઈની 7 દિવસ, ફૂકેટ, ક્રાબી, બેંકોકની 8 દિવસ, બાલી 7 દિવસ અને વિયેતનામની 8 દિવસની ટુર લોકપ્રિય છે. લોકો સૌથી વધારે આ ટુર બુક કરાવે છે. દર મહિને 2 થી વધારે ટુર કરવામાં આવે છે.